Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

સાવરકુંડલા મામલતદાર જનસેવા કેન્દ્રમાં વ્યવસ્થાની અરાજકતા : લોકોનો મેળાવડો જામતા સરકારી ઓફિસમાં જ કોરોના ગાઈડલાઈનનો ઉલાળિયો

અભણ અને અજાણા અરજદારો પાસે સરકારી દાખલ મેળવવા માટેના ફોર્મ ભરવા રાખેલ દલાલો દ્વારા નાણાં ની ઉઘરાણીની ચર્ચા

 (ઇકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા મામલતદાર ઓફીસ માં આવેલ જનસેવા કેન્દ્ર ખાતે લોકોને અવારનવાર આધાર કાર્ડ ,જાતિના દાખલા ,આવકના દાખલા, તેમજ રેશનીંગ કાર્ડ લગતા કામકાજ માટે અવારનવાર જવાનું થતું હોય જ્યાં હાલ તો આ કામગીરી કોન્ટ્રાકટ દ્વારા સોંપી દેવામાં આવેલ હોય જે અંતર્ગત કોન્ટ્રાકટર  દ્વારા નિમણૂક આપેલ આ કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવે છ

 ઉપરોકત દાખલા મેળવવા માટે અને બીજા અન્ય કામ કરાવવા માટે લોકોને વારંવાર ધક્કા ખાવા પડે છે અને ત્યાંથી ફાળવવામાં આવતા ફોર્મ ને ભરી આપવાની કોઈ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી નથી તે ફોર્મ ભરવા માટે મામલતદાર ઓફીસની બહાર ટેબલો રાખી વચેટીયાઓ દ્વારા ફોર્મ ભરવાના બહાને ૨૦ થી ૫૦ રૂપિયા જેટલી રકમ ઉઘરાવવામાં આવે છે અને હાલ ચાલી રહેલા મહામારી  ને ધ્યાનમાં રાખતા જનસેવા કેન્દ્ર ખાતે લોકોની ભીડ વધતા સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના ની ગાઇડ લાઇનનો સંપૂર્ણપણે ભંગ થતો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત હાલ ચાલી રહેલા વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવવા માટે જોઈતા ડોક્યુમેન્ટ પુરા પાડવા આ કેન્દ્ર ખાતે લોકોની ભીડ જોવા મળે છે

 તંત્ર દ્વારા ઉપરોકત બાબતે ગંભીરતાથી વિચારી યોગ્ય સુવિધા ઊભી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે જેથી કરીને લોકોને જરૂરી દાખલો કઢાવવા માટે સમય વેડફો ના પડે અને  ભીડ  ઘટતા સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહેતા આવનારા સમયમાં કોરોના જેવી બીમારીના વ્યાપ થી બચી શકાય છે ઉપરોકત બાબતે મામલતદાર   અને તંત્ર દ્વારા વહેલી તકે ઘટતું કરવામાં આવે તે લોક માંગ ઉઠી છે.

(1:07 pm IST)