Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ભાવનગરના ભંડારિયા ગામે ફોરેસ્ટ વિભાગ દ્વારા વધુ એક દીપડાને પાંજરે પુર્યો

 (ેમેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.૩૧ : જિલ્લાના પાલીતાણા તાલુકાના કાંઠા વિસ્તારમાં દીપડાઓની રંજાડ ને લઈને સ્થાનિકો પરેશાન થયા હતા અને ફોરેસ્ટ વિભાગને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારબાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા અને ભંડારીયા ગામમાં દીપડાએ બાળકીને ફાડી ખાધી હતી તેમજ યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો જેના પગલે ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો હતો ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા થોડા દિવસ પહેલા  બે દીપડાને પાંજરે પૂરાયા હતા ત્યારે આજે વધુ એક દીપડો પાંજરે પુરાયો જેમાં ફોરેસ્ટ વિભાગના ઝ્રઘ્જ્ મેડમ,રેન્જ ફોરેસ્ટર બારીયાભાઈ,ચૌધરીભાઈ, રૂસ્તમભાઈ,ચાવડાભાઈ,ભંમરભાઈ સહિત સ્ટાફ દ્વારા દિનરાત મેહનત કરવામાં આવી અને દીપડાને પાંજરે પુરાયો ત્યારે સ્થાનિક આગેવાનો મુન્નાભાઈ કામળિયા અને હરેશભાઈ કામરીયા તેમજ સરપંચ જેતુંભાઈ કામળિયા દ્વારા ફોરેસ્ટ વિભાગનો આભાર વ્યકત કર્યો હતો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધા હતા.

(1:00 pm IST)