Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ગીરગઢડામાં કોંગ્રેસ દ્વારા ધરણાઃ આવેદન

ઉનાઃ ગીરગઢડા ગામે ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિના તાલુકા પ્રમુખ બાલુભાઈ હીરપરા, યુવા પ્રમુખ જગદીશભાઈ પરમાર, મહિલા પ્રમુખ શાંતુબેન ચૌહાણ, તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ઓઘડભાઈ ગુજરીયા, ઉપનેતા અરવિંદભાઈ ખુંટ, તાલુકા પંચાયતના દંડક નયનાબેન ગોહીલ, ઉના શહેર પ્રમુખ ગુણવંતભાઈ તળાવીયા, કાનજીભાઈ શાંખટ તથા ગીરગઢડા શહેર અને તાલુકાના ૬૫ ગામોની મહિલાઓ - ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહી રેલી કાઢી ગીરગઢડા તાલુકા સેવાસદન સામે રોડ ઉપર બેસી ધરણા કરી ઉગ્રવિરોધ કરેલ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લખેલ આવેદનપત્ર આપી જણાવેલ કે વાવાઝોડા - ભારે વરસાદથી નુકશાની પામેલ તમામ અસરગ્રસ્તોને સંપૂર્ણ સહાય કરવી. બે મહિના થવા છતા સહાય મળી નથી. લાગવગીયા લોકો સહાય લઈ ગયા છે. તેમજ વર્તમાન કેન્દ્ર સરકારમાં એનડીએ દ્વારા પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કઠોળ, દાળ, તેલમાં કમરતોડ ભાવ વધારો કરતા સામાન્ય, મધ્યમ વર્ગના લોકોને ઘર ચલાવવુ મુશ્કેલ થઈ ગયુ છે. વહેલી તકે પેટ્રોલ, ડીઝલ, ગેસમાં વેટ અને સેસ ઘટાડો કરવા તાલુકાના ધાર્મિક સ્થળો, તુલસીશ્યામ, ગુપ્તપ્રયાગ, સાણાડુંગરને મોટી નુકશાની ગઈ છે. તેનુ ખાસ પેકેજ જાહેર કરવા મરઘા ઉછેર કેન્દ્રને સહાય કરવા, પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં લાવી ભાવ ઘટાડવા માંગણી સાથે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત મામલતદાર એચ.આર. કોરડીયાને કરી હતી. ધરણા તથા આવેદન આપ્યુ તે તસ્વીર

(11:46 am IST)