Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ધોરાજીમાં ઘરફોડ ચોરી કરનાર ર ઝડપાયા

પી.આઇ. હકુમતસિંહ જાડેજા અને ટીમે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

ધોરાજાી તા. ૩૧ : રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક બલરામ મીણા મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમર જેતપુર વિભાગ જેતપુરનાઓએ ચોરીના અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરી આવા ગુન્હાઓ બનતા અટકાવી કાર્યવાહીક રવા સુચના કરેલ હોય જે અન્વયે ધોરાજી એચ.એ.જાડેજા માર્ગદશન હેઠળ કંચનબેન આલાભાઇ ચૌહાણએ ફરીયાદ દાખલ કરાવેલ હોય જે અનુસંધાને ધોરાજી પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧ર૧૩૦૧૦ર ૧૦૭૮ર/ર૦ર૧ થી ગુન્હો દાખલથયેલ હોય જેની તપાસ પો.સબ. ઇન્સ. એ.એન. ગાંગણાનાઓ ચલાવી  રહ્યા હોય જે ગુન્હો અનડીટેકટ હોય અને તપાસ દરમ્યાન બાતમી મળેલ કે ધોરાજી બહારપુરામાં રહેતો મહેશ ઉર્ફે મયલો માધાભાઇ વઘેરાએ ચોરી કરેલ હોવાની હકીકત મળતા તેને પકડી પુછપરછ કરતા પોતે કબુલ કરેલ કે સદરહું ચોરી તેના મિત્ર કમલેશ ઉર્ફે કમલો કિશોભાઇ પરમાર સાથે મળી કરેલ હોય અને ચોરીનો મુદામાલ કમલેશ ઉર્ફે કમલો કિશોરભાઇ પરમારના મકાનમાં રાખેલ હોય એમ જાણાવતા કમલેશ ઉર્ફે કમલો કિશોરભાઇ પરમારને પકડી પુછપરછ કરતા પોતે ચોરીનો મુદામાલ પોતાના ઘરે રાખેલ હોવાની કબુલાત આપતા ચોરીનો મુદામાલ આરોપીના ઘરેથી કબજે કરી કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી (૧) મહેશ ઉર્ફે મચાલો અનુજાતિ ઉ.૩૩ ધંધો છુટક મજુરી રહીે બહારપુરા, નાગનાથ વિસ્તાર, ફુટપાથ ઉપર (ર) કમલેશ ઉર્ફે કમલો અનુજાતિ ઉ.રપ ધંધો છુટક મજુરી રહે. સિધ્ધાર્થનગર, પાણીની ટાંકી પાસેથી (૧) સોનાનું પેન્ડલ અને બુટી આશરે ચાર ગ્રામનું કિ. રૂ.પ૬૦૦, (ર) સોનાના ઓમકાર નગ-ર આશરે દોઢ-દોડ ગ્રામના કિ. રૂ.૪ર૦૦ (૩) કાનનો સોનાનો કાપ જુનવાણી નંગ-૧ આશરે ૬ ગ્રામનો કિ. રૂ.૮૪૦૦ (૪) સોનાની બુટી જોડી નંગ-૧ આશરે કુલ ૩ ગ્રામ કિ.રૂ.૪ર૦૦ (પ) સોનાની વીંટી નંગ-ર આશરે પાંચ ગ્રામની કિ. રૂ.૭૦૦૦ (૬) સોનાની નખલી જોડી નંગ-ર કુલ ત્રણ ગ્રામની કિ. રૂ.૪ર૦૦ (૭) સોનાની વારી નંગ-૧ દોઢ ગ્રામની કિ. રૂ.ર૧૦૦ કુલ મુદામાલ કિ. રૂ.૩પ,૭૦૦, પીઆઇ એચ.એ.જાડેજા, પીઆઇઆઇ એ.એ.ન ગાંગણા, પીસી બળદેવભાઇ, પીસી અરવિંદસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, પીસી સુરપાલસિંહ જાડેજા એ કબજે કરેલ છે.

દારૂ સાથે ઝડપાયો

ધોરાજી પાંચપીરની વાડીમાંથી પ્રોહી. બુટલેગર રીફાકતહુસેન ઉર્ફે ફ્રન્ટી ગુલામ હૈદર કાદરી વતી ઇગ્લીસ દારૂ વેચતા આરોપી કાસીમ ગુલામહૈદર કાદરી સૈયદ રહે. પાંચપીરની વાડી રહેમતવાલા કોલોની ચોથા માળ વાળાને ઇગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી લઇ મજકૂરો વિરૂધ્ધ ધોરાજી પો. સ્ટે.ના ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી કરેલ છે.

કબજે કરેલ મુદામાલ જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૮૯ કિ. રૂ. ૩પ,૭૦૦, મોબાઇલ ફોન એક કિ. રૂ. ૪૦૦૦, ફોર્ડ ફીગો ગાડી એક કિ. રૂ. પ૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૮૯,૭૦૦ છે.

(11:41 am IST)