Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

વાંકાનેર : શ્રીમૌની આશ્રમે પૂ.મૌનીબાબાની ૨૦મી પુણ્યતિથીની ઉજવણી

વાંકાનેર,તા. ૩૧: વીસાવદરથી સાત કિલોમીટર દૂર સુપ્રસિદ્ઘ ધાર્મિક સ્થળ શ્રી મૌની આશ્રમ, શ્રી ઉદાસીન આશ્રમ ખાતે આજરોજ પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવ પૂજયપાદશ્રી મૌનીબાબાની (૨૦મી) પુણ્યતિથિની ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે સરકારની ગાઈડ લાઈન અનુસાર ઉજવણી કરવામાં આવેલ હતી ,, પૂજય સદગુરૂદેવશ્રી મૌનીબાબાની પુણ્યતિથિના પૂર્વ સંધ્યાએ ગઈકાલે રાત્રીના મર્યાદિત સંખ્યામાં પૂજય સદગુરૂદેવશ્રી મૌનીબાબાને શ્રધ્ધાંજલી અર્પવા માટે શ્રી મૌની આશ્રમ ખાતે 'સંતવાણી, ભજન'નો કાર્યક્રમ યોજાયેલ હતો જે કાર્યક્રમમાં લલ્લુભાઇ માલવિયા , શ્રી દેવરાજ ગઢવી (ગીર) કિરણબેન ગજેરા તથા સાથીદારોએ અનેરા સંગીતની શૈલી સાથે ભજનોની રંગત જમાવી હતી પૂજય મૌનીબાબાને શ્રંધાજલી અર્પિત કરેલ હતી તેમજ હાલના મહંત પૂજય સંતશ્રી શકિતદાસબાપૂ ગૂરૂશ્રી શ્યામદાસબાપૂની પાવન નિશ્રામાં પૂજય સદગુરૂશ્રી મૌનીબાબાની પુણ્યતિથિ ઉત્સવ ઉજવાયેલ હતો. આજરોજ શનિવારે પૂજય સદગુરૂદેવશ્રી મૌનીબાબાની (૨૦) પુણ્યતિથિ નિમિતે પૂજય સદગુરૂદેવશ્રી મૌનીબાબાનું વિશેષ પૂજન અર્ચનવિધિ સવારે મહંતશ્રી શકિતદાસબાપૂએ સૌ પ્રથમ કરેલ હતું.

ત્યારબાદ સૌ 'સેવક સમુદાય' પૂજન કરેલ હતું , બપોરે બાર કલાકે ઢોલ, નગારા સાથે પૂજય સદગુરૂદેવશ્રી મૌનીબાબાના મંદિરમાં તેમજ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીના મંદિરમાં મહા આરતી કરવામાં આવેલ હતી. આરતી બાદ સૌ ભાવિક, ભકતજનોએ, સેવક સમુદાયે મહા પ્રસાદ લીધો હતો શ્રી મોની આશ્રમ ખાતે પૂજય સદગુરૂદેવશ્રી મૌનીબાબાની પુણ્યતિથિની આસ્થાભેર સોશ્યલ ડિસ્ટન સાથે ઉજવણી કરવામાં આવેલ હતી.

(11:39 am IST)