Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ટંકારામાં જમીન કૌભાંડના વિરોધમાં એક પગે ઉભા રહીને વિરોધ પ્રદર્શન

જવાબદારો સામે કાર્યવાહી નહી કરાય તો આંદોલન ઉગ્ર બનાવવાની સામાજીક કાર્યકરો ભરતભાઇ સોલંકી અને હમીરભાઇ માલધારીની ચિમકી

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા તા. ૩૧ :.. ટંકારામાં જમીનમાં કૌભાંડમાં પગલા લેવાની માંગ સાથે ગામના સામાજીક કાર્યકરો ભરતભાઇ સોલંકી અને હમીરભાઇ સોલંકી એક પગે ઉભા રહીને તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

ટંકારા મામલતદાર કચેરી બહાર આંદોલન શરૂ કરનાર સામાજીક કાર્યકરો ભરતભાઇ સોલંકી અને હમીરભાઇ માલધારીએ જણાવ્યુ હતું કે જમીન કૌભાંડના વિરોધમાં સવારથી સાંજ સુધી એક પગે ઉભા રહીને જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરાઇ છે. છતાં તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવ્યા નથી.આવનાર દિવસોમાં ગુન્હેગારો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં નહી આવે તો ધરણા પ્રદર્શનનો અલગ રીતે સંવેધાનિક અધિકાર મુજબ પરિવર્તિત કરવાની ચિમકી આપી છે.

(11:37 am IST)