Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

નવી શિક્ષણ નીતિમાં સંસ્કૃતના અધ્યયન અને શિક્ષકોની તાલીમ પર ભાર

સરકારી પગલાને અભ્યાસપૂર્ણ રીતે આવકારતા પ્રદીપ ખીમાણી : રાષ્ટ્રીય ટેકનોલોજી ફોરમ રચાશેઃ જીવન સંવર્ધન કાર્યક્રમોની જોગવાઇ

જૂનાગઢ,તા.૩૧: કેન્દ્રીય કેબિનેટે બુધવારે નવી રાષ્ટ્રીયની શિક્ષણ નીતિ (એનઇપી) ને મંજૂરી આપી છે. સૌ પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઙ્ગ૧૯૮૬માં  ડ્રાફ્ટ કરવામાં આવી હતી અને ૧૯૯૨માં તેને અપડેટ કરવામાં આવી હતી. ૨૦૧૪ના ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ચૂંટણી મેનિફેસ્ટોનો ભાગ હતો. તેમ જૂનાગઢ ભાજપના અગ્રણી પ્રદીપભાઈ ખીમાણીએ જણાવી ઉર્મેયુ છે કે,  એચઆરડી મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય રાખવામાં આવ્યું છે.

સરકાર શિક્ષણ ક્ષેત્રે રોકાણ/ફાળવણી ૪.૩% થી વધારીને વહેલી તકે જીડીપીના ૬ % ટકા સુધી પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે. નવી નીતિમાં સિંગલ રેગ્યુલેટર - હાયર એજયુકેશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ( HECI ) ની કલ્પના કરવામાં આવી છે.ઙ્ગ HECI બી.એડ. એજયુકેશન સહિત ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર કોમન અને એકમાત્ર નિયમનકાર ( regulator) તરીકે કાર્ય કરશે.

શિક્ષાનિતી - ૨૦૨૦માં એક વાત કહેવામાં આવી છે કે તેને ભારત કેન્દ્રિત બનાવવામાં આવશે. એટલે કે, સંસ્કૃતના અધ્યયન ઉપર ભાર મૂકવો જોઈએ જેથી વિદ્યાર્થીઓ ભારતની સંસ્કૃતિને સમજી શકે અને તેનો લાભ લઈ શકે. આ ઉપરાંત, એ પણ ધ્યાન આપ્યું છે કે શિક્ષણને માત્ર મગજ જ નહીં, પણ શરીર અને મનની જરૂરિયાતો પૂરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

નવી શિક્ષણ નીતિમાં શિક્ષક તાલીમ આપવા પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. આમાં, શાળાના શિક્ષકોથી ઉચ્ચ શિક્ષણ સુધી સારા શિક્ષકો માટેના તાલીમ કાર્યક્રમો અને પદ્ઘતિઓમાં ફેરફાર કરવાની ભલામણ કરવામાં આવી છે.એમફિલ અભ્યાસક્રમ બંધ કરવામાં આવશે. પીએચડી કરવા માટે હવે માસ્ટરની ડિગ્રી અથવા સંશોધન સાથે ચાર વર્ષની બેચલર ડિગ્રીની જરૂર પડશે. નવી નીતિનો હેતુ ૨૦૩૦ સુધીમાં શાળા શિક્ષણમાં ૧૦૦%ગ્રોસ એનરોલમેન્ટ રેટ ઙ્ગસાથે પ્રાથમિકશાળાથી માધ્યમિક સ્તર સુધીના શિક્ષણનું સાર્વત્રિકરણ કરવાનો છે NEP 2020, NIOS અને રાજય ઓપન શાળાઓ દ્વારા ૩, ૫ અને ૮ ના વર્ગ માટે open શિક્ષણ, ધોરણ ૧૦ અને ૧૨ ની સમકક્ષ માધ્યમિક શિક્ષણ કાર્યક્રમો, વ્યાવસાયિક અભ્યાસક્રમો, પુખ્ત સાક્ષરતા અને જીવન-સંવર્ધન કાર્યક્રમોની પણ જોગવાઈ કરે છે.NEP ૨૦૨૦ બે કરોડ શાળા બહારના બાળકોને પાછા મુખ્ય પ્રવાહમાં લાવશે.

નવી શિક્ષણ નીતિ હેઠળ, ૧૦ +૨ નું બંધારણ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યું છે. તેની જગ્યાએ ૫ +૩ +૩ +૪ વર્ષની વયનું માળખું અમલી કરવામાં આવેલું છે. જે અનુક્રમે ૩-૮, ૮-૧૧, ૧૧-૧૪ અને ૧૪-૧૮ વર્ષ વય જૂથનાં બાળકોને આવરી લેવામાં આવશે. આમ અત્યાર સુધી ન આવરી લેવાયા ૩-૬ વય જુથના બાળકો શાળાના અભ્યાસક્રમ હેઠળ, જેને વૈશ્વિક સ્તરે એક બાળકની માનસિક શિક્ષકોના વિકાસ માટેના નિર્ણાયક તબક્કા તરીકે માન્યતા આપવામાં આવી છે.

હાલમાં શાળા શિક્ષણમાં ૧૦ +૨ માળખામાં ૩થી ૧૮ વર્ષના સમયમાં હાલમાં ૩-૬ વર્ષની વય જૂથનાં બાળકો ૧૦ +૨ બંધારણમાં આવરી લેવામાં આવતાં નથી, કારણ કે વર્ગ ૧માં અભ્યાસ ૬ વર્ષની ઉંમરેથી શરૂ થાય છે.ઙ્ગ

નવી ૫ +૩ +૩ +૪ બંધારણમાં, પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણનો મજબૂત આધાર ( ૩ વર્ષની ઉંમરથી ECCE) પણ શામેલ છે. આનો અર્થ એ કે હવે શાળાના પ્રથમ પાંચ વર્ષમાં પૂર્વ-પ્રાથમિક શાળાના ત્રણ વર્ષ અને વર્ગ ૧ અને વર્ગ ૨ સહિતના પાયાના તબક્કાનો સમાવેશ થશે. ત્યારબાદ આગામી ત્રણ વર્ષ વર્ગ ૩દ્મક ૫દ્ગક્ન તૈયારીના તબક્કામાં વહેંચવામાં આવશે. આ પછી, મધ્યમ તબક્કાના ત્રણ વર્ષ (૬ થી ૮ ના વર્ગ) અને માધ્યમિક તબક્કાના ચાર વર્ષ (૯ થી ૧૨ ના વર્ગ). આ સિવાય શાળાઓમાં કળા, વાણિજય, વિજ્ઞાન પ્રવાહનું કડક પાલન કરવામાં આવશે નહીં, વિદ્યાર્થીઓ હવે ગમે તે અભ્યાસક્રમો લઈ શકશે

NEP ૨૦૨૦ સાથે, કેન્દ્ર આશા રાખે છે કે સારાત્મક મૂલ્યાંકન ( summative assessment) થી વધુ યોગ્યતા આધારિત નિયમિત મૂલ્યાંકન ( competency-based regular assessment )માં ફેરવાઈ જશે જે વિશ્લેષણ, વિવેચક વિચારસરણી અને વિભાવનાત્મક સ્પષ્ટતાનું પરીક્ષણ કરે છે. ઙ્ગબધા વિદ્યાર્થીઓની વર્ગ ૩, ૫ અને ૮ ની પરીક્ષા શાળા લેશે. વર્ગ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ ચાલુ રાખવામાં આવશે, પરંતુ સર્વગ્રાહી વિકાસ ( holistic development ) લક્ષય સાથે ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે. એક નવું રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર, PARAKH (Performance Assessment, Review, and Analysis of Knowledge for Holistic Development), એક માનક-ધોરણવાળી સંસ્થા તરીકે સ્થાપવામાં આવશે.

પ્રદીપ ખીમાણી ઉમેરે છે કે, મધ્યમાં અભ્યાસક્રમ છોડવાની ઇચ્છા ધરાવતા લોકો માટે એક કરતા વધુ પ્રવેશ અને બહાર નીકળવાના વિકલ્પો હશે. તેમના ક્રેડિટ્સ ટ્રાન્સફર કરવામાં આવશે. ક્રેડિટ્સ ટ્રાન્સફરની સુવિધા માટે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સની સ્થાપના કરવામાં આવશે.ઙ્ગ

Research Culture ને ઉત્ત્।ેજન આપવા રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવશે.હાયર એજયુકેશનનું લાઇટ પણ ટાઇટ રેગ્યુલેશન, વિવિધ કાર્યો માટે ચાર અલગ વર્ટિકલવાળા સિંગલ રેગ્યુલેટર.ઙ્ગ

કોલેજોના જોડાણ પ્રણાલીને ક્રમશ બંધ કરી ૧૫ વર્ષમાં તબક્કાવાર ગ્રેડેડ ઓટોનોમી આમવામાં આવશે. આપણા દેશમાં ૪૫,૦૦૦ થી વધુ affiliated colleges છે. ઙ્ગગ્રેડેડ ઓટોનોમી હેઠળ, કોલેજોની તેમની accreditation સ્થિતિના આધારે શૈક્ષણિક, વહીવટી અને નાણાકીય સ્વાયત્ત્।તા આપવામાં આવશે.

NEP ૨૦૨૦ ઇકિવટી સાથે ટેકનોલોજીનો ઉપયોગ વધારવાની તરફેણ કરે છે; ઙ્ગરાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનોલોજી મંચ બનાવવામાં આવશે.

નવી નીતિ શાળા અને ઉચ્ચ અભ્યાસમાં આંતરભાષીકરણને પ્રોત્સાહન આપે છે; ઙ્ગપાલી, પર્સિયન અને પ્રાકૃત માટેની રાષ્ટ્રીય સંસ્થા “Indian Institute of Translation and Interpretation”   સ્થાપના કરવામાં આવશે

ડિજિટલ લર્નિંગને આગળ વધારવા માટે એક રાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનોલોજી ફોરમ (NETF) બનાવવામાં આવશે. ઙ્ગશરૂઆતમાં આઠ પ્રાદેશિક ભાષાઓમાં ઇ-અભ્યાસક્રમો વિકસિત કરવામાં આવશે અને વર્ચુઅલ લેબ્સ વિકસિત કરવામાં આવશે.ઙ્ગ

એકલ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને વ્યાવસાયિક શિક્ષણ સંસ્થાઓ multi-disciplinary શિક્ષણમાં વિકસિત કરવામાં આવશે.ઙ્ગ

આઈઆઈટી અને આઈઆઈએમ ના ધોરણે ઙ્ગMultidisciplinary Education and Research Universities (MERUs) ની વૈશ્વિક ધોરણોના શ્રેષ્ઠ મલ્ટિડિસિપ્પ્લિનરી એજયુકેશનના નમૂના તરીકે સ્થાપના કરવામાં આવશે.

Online and Digital Education:  એમ.એચ.આર.ડી માં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચર, ડિજિટલ કન્ટેન્ટ અને ક્ષમતા બિલ્ડિંગના નિર્માણ માટે એક સમર્પિત એકમ ( dedicated unit ) સ્થાપવામાં આવશે, જેમાં શાળા અને ઉચ્ચ શિક્ષણ બંનેની ઇ-શિક્ષણ જરૂરિયાતોને સંતોષવામાં આવશે.Technology in Education:  શિક્ષણ, મુલ્યાનંકન, આયોજન તથા વહીવટ માટે ટેકનોલોજીના ઉપયોગ અંગેના વિચારોના મુકત આદાનપ્રદાન માટે જરુરી પ્લેટફોર્મ પ્રદાન કરવા માટે એક સ્વાયત્ત્। સંસ્થા, National Educational Technology Forum (NETF)ની રચના કરવામાં આવશે. તેમ પ્રદીપ ખીમાણી જણાવે છે.

(12:02 pm IST)