Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

મોરબીઃ સખી મંડળે કોરોના વોરિયર્સની રક્ષા માટે રાખડી બનાવી

મોરબીઃ વર્તમાન સમયમાં કોવિડ-૧૯ (કોરોના) મહામારીના કપરા સમયમાં મોરબી જલ્લા વિકાસ અધિકારીશ્રી પી.જે.ભગદેવ તેમજ નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી – મોરબીનાં ડી.ડી. જાડેજા માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી એન.એમ. તરખાલા, હિમાંશુભાઈ દલસાણીયા યોજના (મિશન મંગલમ) અંતગર્ત બનેલા સ્વસહાય જૂથનાં બહેનો (સખી મંડળો) દ્વ્રારા રક્ષાબંધનનાં પવિત્ર તહેવાર નિમિત્ત્।ે ૧૦૦૦ (એક હજાર) થી વધુ રાખડીઓ તૈયાર કરવામાં આવેલ છે. આ રાખડીઓ બનાવવા માટે ૧)રાધે શ્યામ સખી મંડળ, હડમતીયા ૨) શકિત સખી મંડળ, હડમતીયા  ૩) પારુલ મોમાઇ સખી મંડળ, લજાઈ ૪) મારૂતી સખી મંડળ, હરીપર ૫) સરસ્વતી સખી મંડળ, હરીપર મળીને કુલ-૫ સ્વસહાય જૂથોએ આ કપરી પરિસ્થિતીમાં પોતાની નૈતિક ફરજ સમજીને ૧૦૦૦ (એક હજાર)થી વધુ રાખડીઓ તૈયાર કરી આપેલ છે. આ ૧૦૦૦ રાખડીઓ પૈકી ૨૦૦ જેટલી રાખડીઓ જૂદા-જૂદા સખીમંડળો દ્વારા વિના મૂલ્યે બનાવેલ છે. જે ૨૦૦ રાખડીઓ ટંકારા તાલુકાનાં આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા તાલુકા હેલ્થ ઓફીસર, મેડીકલ ઓફીસર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પરપસ હેલ્થ વર્કર, આશા બહેનો વગેરે તથા જિલ્લા સંકલન સમિતિનાં તમામ સભ્યો કલેકટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી, સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ, નિવાસી અધિક કલેકટરશ્રી તથા જુદાં-જુદાં અધિકારીઓએ આ કોરોનાના સમયમાં કરેલ કામગીરીમાં તેમનાં આરોગ્યની રક્ષા માટે આ બહેનોએ એક બહેન તરીકે તમામને ભાઈ/બહેન માનીને એક મનોબળ પૂરું પાડવા માટે આ રાખડીઓ મોકલી આપેલ છે.  આ કામગીરીમાં ટંકારા તાલુકા પંચાયત – કચેરીનાં તાલુકા વિકાસ અધિકારીશ્રી એન.એમ. તરખાલા  તથા  શ્રી જી. એમ. પંડ્યા, મેહુલ ફેફર, બોક્ષાભાઈ, બેન્ક સખીઓ તથા સમગ્ર ટીમનાં સહયોગથી આ કામગીરી કરવામાં આવેલ છે. રાખડી બનાવતા બહેનો તસ્વીર.(

(11:57 am IST)