Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

ધારીના જશાધાર રેન્જમાં ખોરાક અને જીવ માટે શિયાળ અને અજગર વચ્ચે લડાઇ

તસ્વીરમાં શિયાળ-અજગર વચ્ચે લડાઇ નજરે પડે છે.(તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ

 

જુનાગઢ તા.૩૧ : ગીરનું જંગલ એટલેઅદ્દભૂત અહી અનેક પ્રકારના પશુ-પક્ષીઓનો વસવાટ છે. ત્યારે રોજ-બરોજ આ પક્ષીઓ અને પ્રાણીનો અને સિંહો વચ્ચે અનેક એવી ઘટનાઓ બને છે તે આપણે કદાચ જોઇ પણ ન હોય તેવી એક ઘટના કેમેરામાં કેદ થયેલ છે.

ધારીના ડીએફઓ અશુમન શર્માએ જણાવ્યું કે જશાધાર રેંજમાં વન વિભાગના ગાર્ડ વનરાજવાળા દ્વારા આ ઘટનાને કેમેરામાં કેદ કરવામાં આવી હતી. જેમાં સુસ્ત ગણાતા અજગર અને એક શિયાળ વચ્ચે ખોરાક અને જીવન માટે જીવ સટોસટની લડાઇ થાય છે.

બંને એકબીજાથી બળિયા હોય તેમ એકબીજા પર હાવી થવાની કોશિષ કરે છે.જેમાં બંને ઘાયલ પણ થાય છે.ત્યારે અંતે શિયાળનીજીત થાય છે.

(11:56 am IST)