Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

વેરાવળ તાલુકા ભાજપના ઉપપ્રમુખપદે વાળાની વરણી

પ્રભાસપાટણ તા. ૩૧ : વેરાવળ તાલુકાના નાવદ્રા ગામના કોળી સમાજનાં યુવા અગ્રણી પાસાભાઇ અરજણભાઇ વાળાની વેરાવળ તાલુકા ભાજપના ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવેલ છે.

પાસાભાઇ વાળાએ વેરાવળ તાલુકા યુવા ભાજપના મહામંત્રી અને વેરાવળ તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખપદે સફળ કામગીરી કરેલહતી. તેની સફળ કામગીરીને ધ્યાને લઇ અને વેરાવળ તાલુકા ભાજપ ઉપપ્રમુખપદે વરણી કરવામાં આવેલ છે.જેથી કોળી સમાજના અને તેમના મિત્ર સર્કલમાં આનંદની લાગણી ફેલાયેલ છે.

પાસાભાઇ નાવદ્રા ગામમાં પણ અનેક પ્રવૃતીઓ સેનેટાઇ, સફાઇ ઝૂંબેશ, વૃક્ષરોપણ, લકોજાગૃતિ વ્યસન મુકિત, જનધન યોજનાના ખાતા ખોલાવવા, મફત કાનુની સેવા, કોરોના મહામારી અંગે જાગૃતિ, આરોગ્યને લગતી કામગીરી શાળાકિય પ્રવૃતિઓમાં મદદરૂપ થવુ તેમજ દરેક પ્રકારની માહિતી અને માર્ગદર્શન આપે છે.(

(11:33 am IST)