Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

જુની કલાવડીમાં BSNLના પાપે સ્કુલ બસ ખૂંચી, ટ્રેકટરની મદદથી બહાર કાઢવી પડી..!!

વાંકાનેર,તા., ૩૧:  જુની કલાવડી ગામે bsnl દ્વારા નવો કેબલ નાખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેના માટે ખોદવામાં આવેલી ગટરનું કામ યોગ્ય ન થતા આ રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ ને ભારે હાલાકી પડી રહી છે.

રાજકોટ રોડ પણ આવેલ કલાવડીના બોર્ડથી જુની કલાવડી ગામ વચ્ચે સિંગલ પટ્ટીનો રોડ આવેલ છે. આ રોડના કિનારે bsnl દુવારા ગટર ખોદીને તેમાં કેબલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી પૂર્ણ થયા પછી ગટરનું બુરાણનું કામ એજન્સીઅઙ્ખ યોગ્ય રીતે કર્યું ન હોવાની ફરિયાદ તાલુકા પંચાયતના સદસ્ય શહેનાજબેન હાસમભાઇ બાંભણિયાએ bsnl મેનેજર ને પત્ર લખીને આ અંગેની ફરિયાદ કરી હતી. આ ગટર નું કામ યોગ્ય રીતે નથી થયું જેથી વરસાદ થશે ત્યારે અહીં વાહનો ખુચી જવાની કે અકસ્માત થવાની સંભાવના છે કેમકે આ રસ્તો એ સિંગલ પટ્ટીનો રસ્તો હોવાથી જયારે બે મોટા વાહનો સામ સામે આવે છે ત્યારે બંને વાહનોને એક વ્હીલ રોડથી નીચે ઉતારવાની ફરજ પડે છે. જયારે આવું થશે ત્યારે વાહનો ખૂંચી જશે. તેમજ આ બાબતે એજન્સીના વ્યકિત સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ જવાબદારી અમારી નથી, જેથી તાલુકા પંચાયતના સદસ્ય એ મેનેજર ને ફરિયાદ કરતા જણાવ્યું છે કે આ જવાબદારી એજન્સીની ફિકસ કરવી અને કામ યોગ્ય રીતે થાય તે માટે ફરિયાદ કરી હતી.

આજે વહેલી સવારે જે તાલુકા પંચાયતના સદસ્યએ શંકા વ્યકત કરી હતી તે મુજબ જ જુની કલાવડીથી વાંકાનેર વિદ્યાર્થીઓને લઈને જતી બસ આ ગટરમાં ખૂંચી જઈ હતી ભારે મહેનત બાદ પણ બસ બહાર નીકળી ન હતી આખરે ટ્રેકટરની મદદથી બસને બહાર કાઢવામાં આવી હતી.

આવા રોડની બાજુમાં ગટર ખોદીને કોઈપણ વસ્તુ નાખવામાં આવે ત્યારે આ ગટર નું કામ યોગ્ય રીતે થવું જોઇએ તેમજ તેમના ઉપર મેટલ નાખી અને રોલિંગ થવું જોઈએ જેથી આ રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ અને મુશ્કેલી ન પડે. ખાસ કરીને ચોમાસા દરમિયાન આવી દ્યટનાઓ બનતી હોય છે. Bsnl કેબલ પણ લોકો ને એક સુવિધા આપવા માટે નાખી રહ્યું છે અથવા તો બદલી રહ્યું હોય ત્યારે એક સુવિધાની પાછળ લોકોને અસુવિધા થાય તેવા કામ કરતા તંત્ર સામે જવાબદારોએ લાલ આંખ કરવી જોઈએ અને કાયદેસરના પગલાં ભરવા જોઇએ.

(4:18 pm IST)