Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

જુનાગઢ-વિસાવદરમાં એક, જામનગર-મેંદરડા-વંથલી-માણાવદરમાં અડધો ઇંચ

રાજકોટ તા. ૩૧ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ સાથે હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે.

આજે બપોરના ૧ર થી ર દરમિયાન જુનાગઢ - વિસાવદરમાં ૧ ઇંચ, મેંદરડા, માણાવદર, વંથલીમાં અડધો ઇંચ અને ભેંસાણમાં હળવા-ભારે ઝાપટા પડયા છે.

જામનગરમાં અડધો ઇંચ અને કાલાવડ - ધ્રોલમાં વરસાદી ઝાપટા વરસ્યા છે.

આ ઉપરાંત રાજકોટ-અમરેલીમાં ર મી. મી. બગસરા-ધારી-૩, તળાજા-૪ અને વિંછીયા-૭, કાલાવડ-૩, ધ્રોલમાં ૯ મી. મી. વરસાદ પડયો હતો.

(3:43 pm IST)