Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

માણાવદરના વડાળામાં મકાન ધરાશાયી : વૃધ્ધાનો ચમત્કારીક બચાવ

૨ ઈંચ વરસાદથી પાકને જીવનદાન

માણાવદર તા.૩૧ : માણાવદર પંથકમાં ઝરમર વરસાદ પડ્યો છે. માત્ર ૨ ઈંચ જેટલો  છે જોકે આ વરસાદથી પાકને જીવનદાન હાલ પુરતુ મળ્યુ છે. હજી જોરદાર વરસાદ ચાલુ સીઝનમાં પડ્યો નથી. જેથી નદી નાળા ડેમો હજી કોરા ધાકોડ જ છે. આમ જનતા ભારે વરસાદની પ્રાર્થના કરી રહ્યા છે.

આ ગઇ રાત્રીના વડાળા(ઘેડ) ગામે રાત્રીના વરસાદ ચાલુ હતો  તે દરમ્યાન રાત્રીના ૨-૦૦ વાગ્યે  ધીરીબેન દેવશીભાઇ ચાવડા નામના વૃધ્ધાનું મકાનમાં જ સુતા હતા ત્યારે મકાન ધરાશયી થતા તેનો  ચમત્કારીક બચાવ થયો હોવાનું  કિશાન સંઘના તાલુકા પ્રમુખ  દિલીપભાઇ ભૂતે  તેની મુલાકાત લેતા  જણાવેલ તેઓનુ ઘણા મહિના પહેલા મકાન મંજુર થઇ ગયુ છે.  પરંતુ વૃધ્ધાને કોઇ સહાય મળી નથી જેથી ૨૦ વર્ષથી આ કાચા મકાનમાં રહેવુ પડે છે? આ વૃધ્ધાને તાકિદે તંત્ર સહાય કરે નહિતો જીવવુ મુશ્કેલ બનશે. અને કાચા મકાનના કારણે જીવનુ જોખમ રહેશે તેમ જણાવેલ છે.

(11:41 am IST)