Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

ધ્રાંગધ્રાનાં જીવા ગામનાં બુટલેગર મહેશ કાત્રોલાનો દેશી દારૂની ભઠ્ઠીનો વિડીયો વાયરલઃ પોલીસ સામે ગંભીર આક્ષેપો

વઢવાણ, તા.૩૧: વખત ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામના મહેશ કાત્રોલા દ્વારા પોતાના ગામમા ખુલ્લેઆમ ચાલતી દેશીદારુની ભઠ્ઠીનો વિડીયો પોતાના ફેઇસબુક એકાઉન્ટ પર શેર કયોઁ છે.

આ વિડીયો ૨૫ જુલાઇના રોજ મહેશ કાત્રોલા નામના વ્યકિત દ્વારા ફેઇસબુક પર અપલોડ કરાયો છે જે વિડીયોમા ત્રણ દેશીદારુની ભઠ્ઠી પાસે ત્રણ શખ્સો ત્યાર બાદ ખાટલા પર બેઠેલા ૨ શખ્સો તથા એક મહિલા પણ સામેલ છે  ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દારુ વેચનારાઓ પર કાર્યવાહી કરવામા પાછી પાની કરે છે  ત્યારે ઠાકોર સેના અથવા અન્ય કોઇ ગ્રામજનો દ્વારા દેશીદારુનુ વેચાણ થતા ઉગ્ર રજુવાત કરાય તો  પાંચ અથવા પચીસ લીટરનો કેસ કરી પોતાની કામગીરી દર્શાવે છે પરંતુ ધ્રાંગધ્રા પંથકમા તેવા કેટલાક મોટા બુટલેગરો છે જે દરરોજનુ ૫૦૦ લિટરથી પણ વધુ દેશીદારુ બનાવી અન્ય લોકોને હોલસેલ કરે છે.

જીવા ગામે એક સાથે પાંચ બેરલમા ઉતારતા દેશીદારુનો લાઇવ વિડીયો સોશીયલ મિડીયા પર વાઇરલ થતા તાલુકા પોલીસના કાયદો અને વ્યવસ્થાને આવા શખ્સો ઘોળીને પી ગયા હોય તેમ સાબીત થઇ ગયુ છે.

ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે ચાલતી દેશીદારૂની ભઠ્ઠીનો વિડિયો ફેઇસબુક એકાઉન્ટ પર મહેશ કાત્રોલા દ્વારા અપલોડ કરેલો છે. ખુલ્લેઆમ ચાલતી દેશીદારૂના ભઠ્ઠનીનો વિડિયો વાઇરલ કરી બુટલેગરો શું સાબિત કરવા માંગે છે.? ધ્રાંગ્રધા તાલુકા પોલીસની કામગીરી અને ભૂમિકા પર કેટલાક સવાલો ઉભા થાય છે. હાલમાજ આર.આર.સેલ દ્વારા પથૃગઢ ગામે વિદેશીદારૂ પ્રકરણમા પીએસઆઇ તથા જમાદાર સસપેન્ડ કરાયા તો પછી આ દેશીદારૂનો વિડિયો જગજાહેર હોવા છતા પોલીસ પર કાર્યવાહી કેમ નહિ? તેવો પ્રશ્ન કર્યો છે.

(3:42 pm IST)