Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

જેતપુરના પેઢલા ગામમાં ટેકાના ભાવે ખરીદેલ મગફળીમાં પથ્થરો અને માટી નિકળ્યા !!

તસ્વીરમાં મગફળી સાથે પથ્થરા અને માટી નજરે પડે છે. બીજી તસ્વીરમાં ગોડાઉન બંધ હાલતમાં નજરે પડે છે.

 

રાજકોટ, તા., ૩૧: જેતપુર તાલુકાના પેઢલા ગામે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદ કરવામાં આવેલ મગફળીમાં પથ્થરો અને માટી નિકળતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે વિડીયો કલીપ સોશ્યલ મીડીયામાં ધુમ મચાવી રહેલ છે.

વાયરલ થયેલ વિડીયો કલીપ મુજબ જેતપુરના પેઢલા ગામે સરકાર દ્વારા ખરીદ કરવામાં આવેલ મગફળીનો જથ્થો એક ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો. જયાં આજે જુનાગઢ, કેશોદ, જેતપુર, ગોંડલ, ઉપલેટા સહિતના શહેરોના વેપારીઓ મગફળી ખરીદ કરવા માટે ગયા હતા.

આ દરમિયાન મગફળીની ગુણીમાં તપાસ કરતા મગફળીની સાથે પથ્થરો અને માટીનો જથ્થો પણ જોવા મળ્યો હતો. જેનાથી બધા ચોકી ઉઠયાનું અને આ નવું કૌભાંડ તો નથીને ? તેવી ભારે ચર્ચા ચાલી રહી છે. એવું પણ ચર્ચાય છે કે આવી વાતો પ્રસરતા જવાબદારો ગોડાઉનને તાળા મારીને જતા રહયા હતા. આ લખાય છે ત્યારે આ બનાવ અંગે હજુ સુધી કોઇ પોલીસ ફરીયાદ કરવામાં આવી નથી.

(3:34 pm IST)