Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

ગીર સોમનાથ જીલ્લામાં ચોરીનાં ગુન્હામાં રાજેશ ડાકી ઝડપાયો

વેરાવળ તા. ૩૧ :.. પોલીસ અધિ. શ્રી ગીર સોમનાથ માર્ગદર્શન માં એસ. ઓ. જી. પો. સબ. ઇન્સ. જે.વી. ધોળા વિગેરે સ્ટાફના માણસો નાઇટ દરમિયાન તાલાળા પો. સ્ટે. વિસ્તારમાં નાઇટ રાઉન્ડ દરમ્યાન સાથેના પો. કોન્સ. નરેન્દ્રભાઇ કછોટને બાતમી મળી હતી.

તાલાળા તાલુકાના ગુંદર ગામના આરોપી રાજેશ અરજણ ડાકી ઉ.ર૩, વાળાની પાસેથી ઇલેકટ્રીક મોટરના સ્ટાટર નંગ-ર, તથા ઓટોમેટીક સ્વીચો નંગ-ર, તથા મોટા ફયુઝ નંગ-૩, તથા એક થેલીમાં પાના પકડ ડીસમીસ-સીણો વિગેરે સામાન હોય, જે બાબતે પુછપરછ કરતાં ફરતુ ફરતુ બોલતો હોય અને ચોકકસ માહીતી જણાવતો ન હોય અને ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાતુ હોય,  આ તમામ ચીજ વસ્તુઓ કિ. રૂ. ૩૯૦૦ ની તથા તેમની પાસેથી મળેલ મોબાઇલ ફોન ૧ કિ. રૂ. પ૦૦ તેમજ મો. સા. કી. રૂ. ૪૦,૦૦૦ ગણી પંચો રૂબરૂ કબ્જે કરવામાં આવેલ તેના ઘરેથી પણ ઇલેકટ્રીક મોટરના મીટર, ફુવારા લાઇન, લાકડાના તથા લોખંડના દરવાજા-બારી તથા પીવીસી લાઇન, જુદા જુદા કેબલ વાયર, દોરડા વિગેરે શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી આવેલ હોય, જે બાબતે પુછપરછ કરતાં ફરતુ ફરતુ બોલતો હોય અને ચોકકસ માહિતી જણાવતો ન હોય અને ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાતુ હોય,  જેની તમામની કિ. રૂ. ર૪,૭૦૦ ની પંચો રૂબરૂ કબ્જે કરવામાં આવેલ, જે તમામ મળી કુલ કિ. રૂ. ૬૯,૧૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.

(12:44 pm IST)