Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

સાવરકુંડલા તાલુકામાં ૧૬ હજાર બાળકોને મીઝલ્સ રૂબેલાથી રક્ષિત કરવામાં આવ્યા

અમરેલી, તા.૩૧: અમરેલી જિલ્લામાં રસીકરણ અભિયાન તા.૧૫ ઓગષ્ટ-૨૦૧૮ સુધી શરૂ રહેશે.

આ રસીકરણ અભિયાનમાં ૯ માસથી ૧૫ વર્ષની વય ધરાવતા બાળકોને મીઝલ્સ રૂબેલાની રસીથી રક્ષિત કરાવવા માટે વાલીશ્રીઓને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ મિશન અંતર્ગત તાલુકા આરોગ્ય કચેરી-સાવરકુંડલા દ્વારા મીઝલ્સ રૂબેલા રસીકરણની કામગીરીને વેગવંતી બનાવવામાં આવી છે. સાવરકુંડલા તાલુકાના  શહેરી-ગ્રામ્ય વિસ્તારના ૯ માસ થી ૧૫ વર્ષની આયુ ધરાવતા અંદાજે ૧૬ હજાર જેટલા બાળકોને રસી આપી તેમને રક્ષિત કરવામાં આવ્યા છે.

મીઝલ્સ રૂબેલા રસીકરણ કાર્યક્રમને સફળ બનાવવા વાલી બેઠક, વિદ્યાર્થીઓ માટે પપેટ શો, જૂથ ચર્ચનું આયોજન કરવામાં આવેલ. આ ઉપરાંત પ્રચાર સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવેલ, જેમાં જાનજાગૃત્ત્િ।ના પગલાઓ લઇ ઓરી-રૂબેલા નાબૂદી માટે મેડિકલ ઓફિસર્સ, આરોગ્ય શાખાના તમામ કર્મચારી, સુપરવાઇઝર, આશા-આંગણવાડી કાર્યકરશ્રીઓ સહિતનાઓએ જોડાઇને અભિયાન માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ અભિયાન અંતર્ગત તાલુકાના તમામ બાળકોને રસીકરણ કરાવી તેમને રક્ષિત કરવામાં આવે તેવા હેતુ સાથે તાલુકા આરોગ્ય કચેરી-સાવરકુંડલા કાર્યરત છે, તેમ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી-સાવરકુંડલાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(11:20 am IST)