Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

લોધીકાના ખીરસરા (રણ) જુથ સેવા સહકારી મંડળીની સાધારણ સભા યોજાઇ

ખીરસરા તા.૩૧: લોધીકા તાલુકાના ખીરસરા ગામની જુથ સેવા સહકારી મંડળીની સાધારણ સભા મંડળીના પ્રમુખ શ્રી જયેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળેલ જેમાં મંડળીના સભાસદ ખેડૂતો ઉપસ્થિત રહેલ આ મંડળીમાં ૭૪૧ સભાસદ છે.

અને સનામત ભંડોળ ચુમાલીસ લાખ ત્રેસઠ હજાર ત્રણસો ચોત્રીસ છે (૪૪,૬૩,૩૩૪.૯૦) શેરભંડોળ (૩૪,૧૮,૬૬૦) લાખ છે તેમજ ઓડિટ વર્ગ (અ) મળેલ છે. એન.પી.એ. ૦ છે. આ મંડળી ખેડૂતોને ખાતર ધીરાણ તેમજ સસ્તા અનાજનું વિતરણ કરે છે જેનો ૨૦૧૭/૧૮નો નફો ૧૩૧૦૦૦૦-૦૦ છે. (તેર લાખ દસ હજાર) નફો છે. મંડળીના મંત્રી ધરમશીભાઇ પેઠડિયા જણાવે છે આ તકે મેટોડા રાજ.ઙિકો. ઓ. બેંક મેનેજર કે.પી. જાડેજા લોધીકા શાખા મેનેજર પીપળીયા સાહેબ ખેડૂત શ્રી રણુભા બાપુ વાઘજીભાઇ ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે ઉપસ્થિત રહેલ ખેડૂતલક્ષી યોજનાની માહિતી સહમંત્રી અરવિંદભાઇ સાઇપરીયાએ આપેલ તેમજ વિક્રમસિંહ જાડેજાએ કાર્યક્રમમાં વ્યવસ્થા સંભાળેલ.

(11:14 am IST)