Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

વિરપુર (જલારામ)નાં ખેડૂતે કંટોલાની ખેતીથી સારી આવક મેળવી

વીરપુર (જલારામ) તા.૩૦: ચોમાસાની ઋતુમાં જયાં ત્યાં કુદરતી રીતે ઉગી નીકળતા કંટોલાના છોડની વીરપુરના ખેડૂત દ્વારા પોતાના ખેતરમાં ખેતી કરી મબલખ ઉત્પાદન સાથે સારી આવક મેળવી ખેડૂતોને સામાન્ય મહેનતથી સારી આવક મેળવવાની એક નવતર રીત શીખવી છે.

ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે જયાં ત્યાં જમીન પર કેટલીય વનસ્પતિ, છોડ કુદરતી રીતે ઉગી નીકળે છે આમાંથી કેટલીય વનસ્પતિ અને છોડને મનુષ્ય ખોરાકમાં ઉપયોગ લઈ શકે તેવા હોય છે પરંતુ સામાન્ય રીતે તેની ઓળખ મનુષ્યને હોતી નથી આવો જ એક છોડ એટલે કંટોલા જે ચોમાસાની ઋતુમાં ગમે ત્યાં ઉગી નીકળે છે પરંતુ આ છોડની ખેતી કરી તેનું સારું ઉત્પાદન મેળવી તેને શાકભાજીમાંઙ્ગ એક નવી વેરાયટી તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવું કોઈએ વિચાર્યું પણ નહીં હોય પરંતુ વીરપુર ગામના ખેડૂત રદ્યુભાઈ મેરે આ કામ કરી બતાવ્યું છે રદ્યુભાઈએ ગામના કૃષી તજજ્ઞ સંજયભાઈ ડોબરીયાની સલાહ સૂચનથી ટેલિફોન પદ્ઘતિથી પોતાના ખેતરમાં કંટોલાની ખેતી કરી અને કોઈ પણ જાતના આધુનિક ખાતર વગર દેશી ખાતરથી કુદરતી રીતે કંટોલાનું જતન કરતા બે જ મહિનામાં છોડ પર કંટોલાના ફળ આવી ગયા જેમાં કંટોલાના ફળને પ્રથમ વખત લણી(તોડી) લ્યો બાદ છોડ પર બીજી વાર પ્રથમ કરતા વધુ ફળ આવે છે અને તેનું ઉત્પાદન પણ વધી જાય છે જેથી ખેડૂત ઓછી મહેનતે સારો પાક મેળવી અને સારી આવક પણ મેળવી શકે છે કંટોલાનો બજારમાં કિલોના એંશી રૂપિયા ભાવ મળી રહે છે અને રદ્યુભાઈ બે વીદ્યામાંથી દર બે દિવસે એંશી કિલોનો પાક છોડ પરથી ઉતારે છે જેથી ખેડૂતોએ ફકત ચોમાસામાં જ ઉગી નીકળતા આ જંગલી છોડનું વાવેતર કરી ઓછી મહેનતે પાકનું સારું ઉત્પાદન મેળવી સારી આવક પણ મેળવી શકાય છે અને રસોડામાં શાકભાજીની એક નવી વેરાયટી પણ ઉમેરી શકાય છે.

(11:09 am IST)