Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

પોરબંદર જિલ્લામાં વધુ બે કોરોના કેસ: અમર ગામની મહિલા અને કુતિયાણાના આધેડને કોરોના વળગ્યો

પોરબંદર ; પોરબંદર જિલ્લામાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે  અમર ગામની 36 વર્ષની મહિલા અને કુતિયાણામાં 58 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

 આજે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાંથી 49 શંકાસ્પદ નમૂના જામનગર મોકલાયા હતા જેમાંથી 47 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જયારે બે સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 11 થઇ છે જેમાં 5 દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે જયારે કોસ્ટગાર્ડના કોરોગ્રસ્ત જવાનને જામનગર રીફેર કરાયો છેબે દર્દીના મોત થયા છે જયારે અન્ય દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે

(9:24 pm IST)