Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

ખાંભાના નાનુડી, ભાડ સહિતના ગામમાં ધોધમાર વરસાદ : કોટડાસાંગાણી ભારે પવન સાથે વરસાદ

ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદથી ગોંડલમાં અનેક વૃક્ષો ધરાશાયી

ખાંભાના નાનુડી, ભાડ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટના ચિભડા ગામે પણ ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટના કોટડાસાંગણી સહિત આસપાસનાં ગામોમાં વરસાદ વરસ્યો હતો. ગોંડલ પંથકમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.

(8:05 pm IST)