Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો: રાજકોટના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ :ચિભડા અને ખાંભા ગામે પણ પવન સાથે ધોધમાર વરસાદ

લોકોને અસહ્ય ગરમીમાં રાહત : વરસાદથી ઉનાળુ તલ, મગ, બાજરી અને કેરીના પાકને નુકસાન

રાજકોટ :  સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે પણ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે.આજે બપોર બાદ ભારે બફારા વચ્ચે આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા હતા અને સાંજે રાજકોટ જિલ્લામાં અચાનક ગાજવીજ સાથે વરસાદી વાતાવરણ સર્જાયું હતું.

રાજકોટના ગોંડલ તાલુકાના ભુણાવા, લુણીવાવ તથા આજુબાજુના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.

 આ ઉપરાંત ચિભડા અને ખાંભા ગામે પણ ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

 વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે.
વરસાદથી ઉનાળુ તલ, મગ, બાજરી અને કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે

(6:34 pm IST)