Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

ઉપલેટાના ત્રાંબડીયા ચોકમાં પતિ-પત્નીનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આપવા આવતા શહેરમાં ચર્ચા

ઉપલેટા: સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે કોરના પોઝિટિવ કેસ વધતા જાય છે તેમના ભાગરૂપે આજે ઉપલેટામાં બે લોકોના પોઝિટિવ કેસ બહાર આવતા ઉપલેટા શહેરમાં આ વિશે ચર્ચા નો વિષય બનેલ હતો 

આ બનાવની વિગત એવા પ્રકારની છે કે અહીંયા બસ સ્ટેન્ડ પાસે આવેલ ત્રાંબડીયા  ચોકમાં રહેતા દિનેશભાઇ વાઢેર અને એમના પત્ની રીટાબેન વાઢેર અમદાવાદ રહેતા હતા ત્યાંથી તેઓનું મૂળ વતન ઉપલેટા હોય ઉપલેટા આવેલ હતા જ્યાં તેમને ચેક કરતા તેમને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવતા તંત્ર હરકતમાં આવી ગયું હતું ગઈકાલ બપોરથી જ ઉપલેટા મામલતદાર માવદીયા ઉપલેટા પીઆઈ વી એમ લગારીયા તથા મેડીકલ વિભાગના અધિકારીઓ એ આ ગલીમાં જય સાવચેતીના પગલારૂપે તમામ પ્રક્રિયા હાથ ધરી હતી ઉપલેટા શહેરની વચ્ચોવચ આવેલા ત્રાંબડીયા ચોકમાં કોરોના પોઝિટિવ આવતા ક્યાંક ગભરાટ તો ક્યાંક સાવચેતીના પગલારૂપે લોકો સતત બની ગયા હતા

(1:16 pm IST)