Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

મોરબી-માળીયા હાઈવે પર ડમ્પરની ઠોકરેસાયકલસવાર આધેડનું મોત

મોરબી :  મોરબી માળીયા હાઈવે પર પુરપાટ દોડતા ડમ્પરે સાયકલ સવાર આધેડને ઠોકરે ચડાવતા મોત થયું છે જે બનાવ મામલે તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

       મોરબીના કેનાલ રોડ અવની ચોકડીના રહેવાસી કીર્તિકુમાર ખીમજીભાઈ પાંચોટિયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી ડમ્પર નં જીજે ૧૩ ડબલ્યુ ૨૦૫૬ ના ચાલકે મોરબી માળીયા હાઈવે પર ટીંબડી નજીક ડમ્પર પુરઝડપે ચલાવી ફરિયાદીના કુટુંબી ભાઈ હરજીવનભાઈ ઉર્ફે બેચરભાઈ ત્રિભોવનભાઈ પાંચોટિયા (ઉ.વ.૪૫) રહે લક્ષ્મીનગર વાળા સાયકલ લઈને જતા હોય ત્યારે ડમ્પરે સાયકલને ઠોકરે ચડાવતા ગંભીર ઈજા થતા મોત થયું છે અને ટ્રક રેઢો મૂકી આરોપી ડમ્પરચાલક નાસી ગયો છે મોરબી તાલુકા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

(11:36 am IST)