Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

માળીયા મામલતદારે ખનીજનું ગેરકાયદે પરિવહન કરતુ વધુ એક ડમ્પર ઝડપ્યું

માળીયા પીપળીયા રોડ પર રાસંગપરના પાટિયા પાસેથી રેતી ભરેલ ડમ્પર ઝડપાયું

 

માળીયા પંથકમાં ખનીજચોરી રોકવા મામલતદારની ટીમે કમર કસી છે અને વધુ એક ખનીજ પરિવહન કરતા ડમ્પરને ઝડપી લેવામાં આવ્યું છે

માળીયા અને હળવદ પંથકમાં ખનીજ ચોરીની વ્યાપક ફરિયાદને પગલે માળીયા મામલતદાર સી બી નીનામાની ટીમે ખનીજચોરો પર તબાહી બોલાવી છે જેમાં વધુ એક ખનીજનું ગેરકાયદેસર વહન કરતા વાહનને ઝડપી લીધું છે

 માળીયા પીપળીયા રોડ પર રાસંગપરના પાટિયા પાસેથી ટ્રક નં જીજે ૧૦ એક્સ ૭૨૪૫ માં રેતી ખનીજ ભરેલ હોય જેને ઝડપી લઈને માળીયા પોલીસ મથકે સોપવામાં આવ્યું છે અને અંગે ખાણ ખનીજ ખાતાની કચેરીના ભૂસ્તર શાસ્ત્રીને જાણ કરી દંડની વસુલાત કરવાની તજવીજ હાથ ધરી છે

 

(12:33 am IST)