Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

જામનગર-રાજકોટમાંથી મોબાઇલ ફોન, મોટરસાયકલ ચોરનાર નામીચો જીતુ ઝડપાયો

જામનગર એલ.સી.બી.એ બાતમીના આધારે દબોચી લીધોઃ ૧.૮ લાખનો મુદામાલ જપ્ત

જામનગર તા. ૩૧ : રાજકોટ અને જામનગરમાંથી મોબાઇલ ફોન ત્થા મોટરસાયકલ ચોરી કરનારો રિઢા ચોરને ઝડપી લેવાતા જામનગર એલ.સી.બી.ને જબરી સફળતા મળી  છે.

આ અંગે જામનગર પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ છેલ્લા એકાદ માસના સમય ગાળા દરમ્યાન જામનગર શહેર ધ્રોલ, કાલાવડ ટાઉન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ છ મોબાઇલ ફોનો તથા અકે મો.સા.ની ચોરીઓ થયેલ હતી. તેમજ રાજકોટ શહેરમાં ત્રણ મો.સા.ની ચોરીઓ થયેલ હતી જે તમામ ચોરીઓના ગુનાઓ વણશોધાયેલ હતો. આથી જામનગર પોલીસ અધિક્ષક શરદ સિંધલની તથા એ.એસ.પી.સંદિપ ચૌધરીની સુના તથા એલ.સી.બી.પો.ઇન્સ. આર.એ. ડોડીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.સ્ટાફે જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંં વણશોધાયેલા મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના બશીરભાઇ મલેક તથા નિર્મળસિંહ બી.જાડેજા તથા ખીમભાઇ ભોચીયા તથા વનરાજભાઇ મકવાણાને બાતમી રહે હકિકત મળેલ કે, અગાઉ લુંટ તથા વાહનચોરીના ગૂન્હામાં પકડાયેલ જીતુ જેરામભાઇ શોખા રે.નારણપર વાળો મોબાઇલ ફોનો તથા વાહનચોરી જેવા ગુન્હાઓમાં સંડોવાયેલ છે અને મજકુર હાલ તેમના રહેણાંક મકાને ચોરીનો મુદામાલ રાખેલ છે તેવી હકીકત મતા તેના મકાનની ઝડતી તપાસ કરતા મજકુર જીતુ જેરામ શેખા રે.નારણપર વાળો મળી આવતા મજકુરન કબજામાંથી ચોરી કરી મેળવેલ મો.સા.નંગ-ર કિ.રૂ.૪૦,૦૦૦ તથા ચોરી કરી મેળવેલ મોબાઇલ ફોન નંગ-૬ કિ.રૂ.૬૮.૯૯૦ મળી કુલ ૧,૦૮,૯૯૦ નો મુદામાલ કબજે કરેલ છે મજકુર આરોપીએ નીચે મુજબની ચોરીઓ કરેલની કબુલાત કરતા પો.હે.કોન્સ. બશીરભાઇ મલેક એ કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરેલ છે જયારે આરોપીની પુછપરછ દરમ્યાન ચોરીઓ કબુલાત કરેલ હતી જેમા આજથી વીસેક દિવસ પહેલા દરેકડ ફેસ-રમાં પાનની દુકાનમાંથી હોનર કંપનીના મોબાઇલ ફોનનો ચોરી કરેલ છે. આજથી આશરે એકાદ મહીના પહેલા દરેડમાં તુલસી પાનની દુકાનમાંથી ઓપો કંપનીના મોબાઇલ ફોનની ચોરી કરેલ તે આજથી આશરે પચીસેક દિવસ પહેલા ધોરીવાવ ગામે એક કરીયાણાની દુકાનમાંથી વીવો કંપનીના મોબાઇલ ફોનની ચોરી કરેલ તે આજથી આશરે વીસેક દિવસે ધ્રોલમાં ચામુંડા પ્લોટમાં એક પાનની દુકાનમંથી ઓપો કંપનીના મોબાઇલ ફોનની ચોરી કરેલ તે આજથી આશરે પચીસેક દિવસ પહેલા જામનગર શહેરમાં નાનકપુરીમાં આવેલ ક્રિષ્ના પાનની દુકાનમાંથી એક રેડમી કંપનીના મોબાઇલ ફોનની ચોર કરેલ છે.આજથી આશરે દોઢેક મહિના પહેલા લાખાણીગામના એક માણસને એકટીવામાં બેસાડી કાલાવડ માલતદાર કચેરીના ઢાળીયા પાસે ઉતારેલ ત્યારે તેની પાસેથીએક લેનોવા કંપનીનો મોબાઇલ ફોન તથા રોકડ રૂ. ૬૦૦૦ ની ચોરી કરેલ છે. આજથી આશરે વીસેક દિવસ પહેલા ખોડીયાર કોલોની ક્રિસ્ટલ મોલની બાજુમાં સબ સ્ટેશન પાસેથી એક સુઝુકી એકસેસ મો.સા.નં. જ.જ.ે૧૦ સી.જે ૯૯૯૪ ની ચોરી કરેલ તે તમામ ચોરી કબુલ હતી.

(4:04 pm IST)