Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

જામનગરના લાખેણામાં પ્રિમાન્સુન કામગીરી કયારે....

જામનગરના નાક સમા લાખેણા રણમલ (લાખોટા) તળાવમાં ચારે તરફ ગંદકી અને ઉકરડા જોવા મળી રહ્યા છે. વરસાદ પહેલા શહેરની ભૂગર્ભ ગટરો અને કેનાલોમાં મહાનગરપાલિકા પ્રિમોન્સુન કામગીરી કરે છે. ત્યારે શહેરનું આ તળાવ પ્રિમોન્સુનમાં સમાવિષ્ઠ થતું ન હોય તેવું જણાય છે. વરસાદી પાણીની સાથે આવતો કચરો અને લોકો દ્વારા તેમજ તળાવમાં ઉભી થયેલી ઝૂંપડપટી દ્વારા થતી ગંદકી શહેરની શાન સમા તળાવની શોભા અને પાણીને લાંછન લગાડી રહ્યા છે. વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી માટે યોજાયેલ મીટીંગમાં પણ જામનગરની લાખોટા નેચર કલબ દ્વારા તળાવ સફાઇ અંગે અભિયાન ચલાવી શહેરની સંસ્થાઓ અને લોકોના સહયોગથી તળાવ સફાઇ અંગે રજુઆત કરવામાં આવેલ પરંતુ મીટીંગના ૧પ દિવસ પછી પણ આ અંગે કોઇ ચોક્કસ નિર્ણય લેવાયાનું જણાતું નથી...ગંદકી અને કચરો પાણીને પ્રદુષિત કરતા હોય અને તે ગંદા પાણી લોકો ડંકી-બોર કે કુવા મારફત પીવાના ઉપયોગમાં લેતા હોય ત્યારે તળાવની સફાઇ અનિવાર્ય બની રહે છે અને મહાનગરપાલિકા જે હેતુથી તળાવમાં પાણી ઠાલવી રહી છે તે હેતુ પણ તળાવની સફાઇ વગર સાર્થક થઇ શકે નહી સ્વચ્છતા માટે જનજાગૃતિ રેલીઓથી જ માત્ર નક્કર પરિણામો મળી શકે નહી...તળાવ સફાઇ અંગે તાત્કાલીક વિચારણા અને કાર્યવાહી જરૂરી છે વરસાદ આડે હવે જુજ દિવસો બાકી રહ્યા છે ત્યારે તળાવ સફાઇ ઝુંબેશ યુધ્ધના ધોરણે કરવામાં આવે તે જરૂરી છે. (તસ્વીરઃ વિશ્વાસ ઠક્કર)

(1:34 pm IST)