Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

મેંદરડામાં લગ્ન પ્રસંગે ભોજન લીધા બાદ ૧૪૪ જાનૈયાઓને ઝાડા-ઉલ્ટીઃ સારવાર બાદ તમામ ભયમુકત

મેંદરડા તા. ૩૧ :.. અહીં  ગઇકાલે લગ્ન પ્રસંગે ભોજન લીધા બાદ ૧૪૪ વ્યકિતઓને ઝાડા-ઉલ્ટી થયા હતાં. જે તમામને સારવાર મળી જતાં ભયમુકત હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની વિગતો મુજબ મેંદરડામાં મામલતદાર ઓફીસ રોડ પર પ્રકાશભાઇ રાજગર અને નટુભાઇ પરમારની બે દિકરીઓના લગ્ન હતા જેમાં લગ્ન પ્રસંગે ભોજનમાં અખાદ્ય વસ્તુ આવી જવાથી ૧૪૪ લોકોને ઝાળા-ઉલ્ટી થતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયુ હતું.

દરમિયાન તાલુકા હેલ્થ ઓફીસ ડો. હેમાન્શુ લાખાણીની સમય સુચકતા અને ટીમ વર્કના માધ્યમથી સ્થળ પર જ દર્દીને તપાસ અને સારવારની વ્યવસ્થા કરતા. ડો. જગત વસવેલીયા અને ડો. પાનેલીયા અને તાલુકા હેલ્થની ટીમ સ્થળ પર જ ૯૦ લોકોએ સારવાર આપેલ અને વધુ સારવાર માટે પ૪ દર્દીઓને સરકારી હોસ્પીટલ મેંદરડા ખાતે સારવાર માટે મોકલેલ હોસ્પીટલના અધિક્ષક શ્રી સિન્હા, ડો. પરમાર અને હોસ્પીટલ સ્ટાફ દ્વારા સારવાર આપવામાં આવેલ આ તકે ૧૦૮ ના સ્ટાફે પણ ખુબ જ સરાહનીય  કામગીરી બજાવેલ તેમ દિપકભાઇ બલદાણીયાએ જણાવેલ.

(11:30 am IST)