Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

ગોંડલના પડતર પ્રશ્નો વહેલી તકે હલ કરવા રમેશભાઇ ધડુકને રજૂઆત

ગોંડલ તા.૩૧ : પોરબંદર મત વિસ્તારના નવા ચુંટાયેલા સાંસદ રમેશભાઇ ધડુકને ગોંડલના વર્ષોથી પડતર પ્રાણ પ્રશ્નો હલ કરવા છગનભાઇ વઘાસીયાએ પત્ર પાઠવી રજૂઆત કરી છે.

જેતપુર રોડ પર સાંઢીયા પુલનુ કામ તુરંત પુર્ણ કરી તે રસ્તો ચાલુ કરવા જેતપુર ભાવનગરનો રસ્તો જે ગોંડલ શહેરમાંથી નીકળે છે તે બાયપાસ કરવા ગુંદાળા રોડ પર આવેલ રેલ્વે ફાટકે ઓવરબ્રીજ બનાવવા ટ્રાફીક પ્રશ્ન હલ કરવો. આશાપુરા ફાટકે અંડરબ્રીજનું કામ તુરંત ચાલુ કરાવવુ. ગોંડલને મળતુ પાણી સાત દિવસને બદલે ૪ દિવસે આપવુ વગેરે પ્રશ્નો તુરંત હાથ ઉપર લઇને નિરાકરણ લાવે તેવી પત્ર લખી છગનભાઇ વઘાસીયાએ માંગણી કરેલ છે.

(11:25 am IST)