Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

મોરબીમાં કારખાનેદાર પિતા-પુત્ર ઉપર ત્રણ શખ્સોનો છરીથી હુમલો

નશાની હાલતમાં તોફાને ચડ્યો હોય સમજાવવા જતા છરી લઈને તૂટી પડ્યો

 

મોરબીના લીલાપર રોડ પર આવેલ કારખાનાં મલિક પિતા-પુત્ર સહિતનાં ત્રણ શખ્સ પર એક શખ્સ છરી વડે હુમલો કર્યા ની ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાય છે

 બનાવની મળતી વિગત મુજબ મોરબીના લીલાપર રોડ પર ઇન્ડિય ટાઈલસ કમ્પની નામનું નિપુલ ભગવાનજીભાઈ શાહ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સાંજે જ્યારે તે તેના પિતા ભગવનજીભાઈ શાહ કારખાને બેઠા હતા ત્યારે કારખાંનના બહાર ના ભાગે જીગર ઉર્ફે જીગો જીલુભાઈ બોરીચા નશાની હાલતમાં તોફાને ચડ્યો હતો જેને કારખાનાં માલિક નિપુલભાઈ સમજવા જતા તે વધુ ઉશ્કેરાયો હતો જેમાં તે કારખાનાં માલિક નિપુલ પાછળ છરી લઇ ને દોડ્યો હતો  જેમાં તેમના પિતા ભગવાનજીભાઈ અને અન્ય એક શખ્સ અશોક લવજીભાઈ વચ્ચે પડતા ત્રણય શખ્સો પર છરી વડે હુમલો કરતા ત્રણય શખ્સો ઘવાયા હતા જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા ઘટનાની જાણ થતા ડિવિઝન પોલીસ દોડી ગઈ હતી અને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં હુમલો કરનાર પોલીસ ના હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે જેની વધુ તપાસ ચંદુભાઈ બાબરીયા ચલાવી રહ્યા છે

(11:02 pm IST)