Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

મોરબીના વાવડી રોડ પરના નાલામાં કોલગેસનો કદડો :કોણે ઠાલવ્યો :કદડો બહાર કાઢતા તીવ્ર દુર્ગંધ

 

મોરબીના માધાપર નજીકથી વાવડી રોડ પાસે નાળું આવેલું છે જે નાલામાં ફેલાયેલી ગંદકીને પગલે પાલિકા તંત્ર દ્વારા એક જેસીબી મશીન સફાઈ માટે મોકલવામાં આવ્યું હતું જોકે કચરો સામાન્ય નહિ પરંતુ કોલગેસનો કદડો હોવાને પગલે જેસીબીથી કદડો બહાર કાઢવામાં આવતા સ્થાનિક વેપારીઓ અને લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. તીવ્ર દુર્ગંધ ફેલાઈ જતા વિરોધ સર્જાયો હતો. ત્યાંથી પસાર થતા વાહનચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.

 જોકે આરોગ્ય માટે નુકશાનકારક એવા કોલગેસના કદડો રહેણાંક વિસ્તારોમાં કોને ઠાલવ્યો અને દુર આવેલા સિરામિક ઝોનથી અહી આવો જોખમી કદડો ઠાલવવામાં આવ્યો ત્યાં સુધી તંત્ર ઊંઘતું રહ્યું તે પણ તપાસનો વિષય બની રહે છે.

(10:59 pm IST)