Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

સાંજે આટકોટ પંથકમાં વાવાઝોડા સાથે વરસાદનું ઝાપટું : વીરબાઈમાં શેરીમાં પડદા સાથે પારાપેટ ધરાશાયી : જીવાપર,પંચવડા સહિતના અનેક ગામોમાં વરસાદ : ભારે પવનને કારણે વૃક્ષો પડી ગયા

રાજકોટ :આજે સાંજે આટકોટ પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો પવનના ભારે જોરના કારણે વીરબાઈમાં શેરીમાં તડકાને રોકવા છાયા માટે કરાયેલ પડદા ઉડવા લાગતા  એક પેરાપેટ ધરાશાયી થઇ હતી ભારે પવનને કારણે લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી આટકોટ પંથકના જીવાપર અને પંચવાડામાં પણ વરસાદ વરસ્યો હતો ભારે પવન ફુંકાતા વૃક્ષો પડી ગયા હતા

(8:58 pm IST)