Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

સુરેન્દ્રનગરમાં ૪૩.૭ ડીગ્રી સાથે ધોમધખતો તાપઃ અન્યત્ર તાપમાનમાં ઘટાડોઃ બફારો યથાવતઃ રાજકોટ-૪૧.૯ ડીગ્રી

રાજકોટઃ રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં મહતમ તાપમાનમાં ઘટાડો યથાવત છે. જો કે સુરેન્દ્રનગરમાં મહતમ તાપમાનનો પારો નીચે ઉતરતો નથી અને અહીં આજે મહતમ તાપમાન ૪૩.૭ ડીગ્રી નોંધાયું છે.

જયારે રાજકોટ ૪૧.૯, અમરેલી ૪૧.૮, ડીસા ૪૧.૬, કંડલા એરપોર્ટ ૪૧.૪, અમદાવાદ ૪૧.૧, ગાંધીનગર ૪૧.૦, વલ્લભ વિદ્યાનગર ૪૦.૮, ભાવનગર અને ન્યુ કંડલા ૪૦.૧, વડોદરા ૩૯.૦, દ્વારકા ૩પ.૩, પોરબંદર ૩૪.૬, વેરાવળ ૩૪.૦ ડીગ્રી મહતમ તાપમાન નોંધાયું છે.

(7:38 pm IST)