Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

સામખીયાળી પાસે વેટના દરોડાઃ લાકડા ભરેલી બે ટ્રક ઝડપાઇઃ પ લાખનો દંડ

એન્‍ફોર્સમેન્‍ટના વર્માનું ઓપરેશનઃ ઇ-વે બીલ ન હોવાનું ખૂલ્‍યું...

રાજકોટ તા. ૩૧ :.. જીએસટીમાં ઇ-વે બીલ પ્રથા અમલમાં આવ્‍યા બાદ રાજકોટ એન્‍ફોર્સમેન્‍ટ ટીમે આજે સફળ દરોડો પાડી ઇ-વે બીલ વગરની બે ટ્રક ઝડપી લઇ સ્‍થળ  ઉપર જ ૪ લાખ ૮ર હજારનો દંડ અને ટેક્ષની વસુલાત કરીલીધી હતી.

સુત્રોના ઉમેર્યા પ્રમાણે, બાતમી બાદ સામખીયાળી પાસે વોચ ગોઠવાઇ હતી, અને મુંબઇની પાર્ટીની બે ટ્રક લાકડા લઇને નીકળી ત્‍યાં ચેક કરતા, ઇ-વે બીલ જ ન  હોવાનું ખૂલતા સ્‍થળ ઉપર જ પ લાખ, આસપાસનો દંડ-ટેક્ષ વસુલી લેવાયો હતો.

(4:13 pm IST)