Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

મોરબી જીલ્લા પંચાયતના કોંગી સભ્યો પ્રદેશ પ્રમુખને મળ્યાઃ નવી પસંદગી અંગે રજૂઆત

ગઇકાલે અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને મળવા ગયેલા મોરબી જિલ્લા પંચાયતના કોંગી સભ્યોની સમુહ તસ્વીર.

રાજકોટ તા.૩૧ : મોરબી જિલ્લા પંચાયતના કોંગી સભ્યોએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળી જિલ્લા પંચાયત  અને જિલ્લા કોંગ્ક્ષ્રેસના પ્રમુખની પસંદગી  માટે રજુઆત કરી હતી. જીલ્લા પ્રમુખ માટે લલિત કગથરાને હટાવી તેના સ્થાને મુકેશ ગામીને નિયુકત કરવા માટે લાગણી વ્યકબત કર્યાનુ જાણવા મળે છે. ટુંક સમયમાં જિલ્લા પંચાયત પ્રમુખની મુદ્દત પુરી થઇ રહી છે. તેમના સ્થાને પણ જ્ઞાતિ સહિતના સમીકરણને ધ્યાને રાખીને પસંદગી કરવાનો મત વ્યકત કર્યો હતો. જિલ્લામાં ૩૫ ટકા વસ્તી  પાટીદાર સમાજની  અને ૬૫ ટકા વસ્તી અન્ય સમાજની છે. તે બાબત ધ્યાને રાખીને કોઇને અન્યાય ન થાય તે જોવાનો હાઇકમાન્ડને અનુરોધ કર્યો હતો.

મોરબી જીલ્લા પંચાયતમાં કુલ ૨૪ સભ્યો પૈકી કોંગ્રેસના ૨૨ સભ્યો ચૂંટાયેલા છે. પ્રદેશ પ્રમુખ સાથેની મુલાકાતમાં ૧૮ જેટલા સભ્યો હાજર રહ્યાનો સભ્ય વર્તુળોએ દાવો કરર્યો છે. સત્તાવાર રીતે આ મુલાકાત શુભેચ્છા મુલાકાત ગણાવાય રહી છે.

(1:25 pm IST)