Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

કવોરી ઉદ્યોગની હડતાલ યથાવતઃ સાયલા પંથકમાં ૪૦ લાખની ખોટ

૩ હજાર ડમ્પરના પૈડા થંભી ગયાઃ હજારો પરિવાર સાથે સરકારી તિજોરીને પણ નુકશાન

રાજકોટ તા.૩૧: કવોરી ઉદ્યોગની હડતાલ આજે ત્રીજા દિવસે પણ યથાવત છે જેના કારણે લાખો રૂપિયાનું નુકશાન થઇ રહયું છે.

સરકાર સામે વિવિધ અણઉકેલ પ્રશ્નો ઉકેલવા આક્રોશભેર માંગણી કરવામાં આવી રહી છે.

વઢવાણ : ગુજરાતમાં અગ્રસ્થાન ખનીજ કવોલીટી અને કોન્ટીટીમાં સોૈથી વધુ જથ્થો સાયલા તાલુકામાં આવેલો છે. જેના કારણે કાચા પથ્થર ને પીલવાના ૧૩૦ થી વધુ કવોરી યુનિટ છે. એક દિવસમાં ૩૫ હજાર ટન બ્લેક કંપની રોયલ્ટી રૂ. ૨૦ લાખનું ભરણ સરકાર તિજોરી માં ભરે છે. માલ સપ્લાય અને પથ્થર ઉપાડતા ૨૦૦૦ થી વધુ વાહનો ગુજરાતના ખુણા સુધી કપચી મેટલ સપ્લાય કરે છે. જેના કારણે દૈનિક એક લાખ લીટરથી વધુ ડિઝલનું વેચાણ મોખરાનું સ્થાન ધરાવે છે. ત્યારે કવોરી ઉદ્યોગની વિવિધ માંગણીને ધ્યાને ન લેતા તેની અસર હજારો લોકો પર પડી છે.

આ દિવસો દરમિયાન ૪૦ લાખની રોયલ્ટીની ખોટના ખાડા પડયા છે. આ ઉપરાંત ૩ હજાર ડમ્પર ના પૈડા થંભી જતા પ્રતિદિન ૭૦ લાખના ડિઝલ નો ઉપાડ બંધ થઇ ગયો છે. જયારે કવોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ૫ હજાર પરિવાર સાથે સરકાર તિજોરી ને પણ ૧ કરોડનું નુકશાન થયાનો અંદાજ છે. આમ, એક દિવસમાં ૩૫ હજાર ટન બ્લોક કંપની થતી સપ્લાય ઠપ થઇ છે.

જયારે ટ્રેડીંગના તેમજ કવોરીના સ્પેરપાર્ટસના વ્યવસાય કરતા વેપારીઓ પણ ઉદ્યોગ ઠપ થતા મુશ્કેલી વેઠી રહયા છે.

(1:22 pm IST)