Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ગોંડલ મહિલા કોલેજમા માત્ર શૌચાલય નહી, આખા બિલ્ડીંગના રિનોવેશન માટે ર૯ લાખની ફાળવણી

કરકસરથી સુવિધા મળે તે રીતે ખર્ચઃ પ્રિન્સીપાલ મિનાક્ષીબેન ભટ્ટ

રાજકોટ તા. ૩૧ : ગોંડલ મહિલા કોલેજમાં માત્ર શૌચાલય માટે નહી પરંતુ આખા બિલ્ડીંગના રિનોવેશન માટે રૂ.ર૯ લાખની ફાળવણી કરવામાં આવી છે તેમ ગોંડલ મહિલા કોલેજના પ્રિન્સીપાલ ડો. મિનાક્ષીબેન ભટ્ટે ''અકિલા''ને જણાવ્યું હતું

ડો. મિનાક્ષીબેન ભટ્ટે વધુમાં જણાવ્યું કે કોલેજના વિદ્યાર્થીઓને સારી સુવિધા કરકરસથી મળે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છ.ે

ગોંડલની મહિલા કોલેજમાં ટોયલેટના રિનોવેશન માટે રૂ. ર૯ લાખની મંજુરી સાથે કામ શરૂ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

હાલમાં નગરપાલિકાના ચિફ ઓફીસર ટ્રેનીંગમાં હોવાથી કોઇ તપાસ આગળ વધી નથી.

(1:14 pm IST)