Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

જંગલી રાજનીતિનો ભોગ જંગલ બન્યું !

સાસણની રગેરગથી માહિતગાર જંગલપ્રેમી અધિકારી રામરતન નાલા સહિતના ઉચ્ચ અધિકારીઓની બદલીઃ સંદીપકુમારની કામગીરીને લોકો આજે પણ યાદ કરે છે

રાજકોટ, તા. ૩૧ :. સાસણના રામરતન નાલા સેન્ચ્યુરી સુપ્રિન્ટેન્ડન્ટ સહિત પાંચ ઉચ્ચ કક્ષાના ફોરેસ્ટ ઓફિસરોની બદલીઓ થવા પામી છે.

રામરતન નાલાને સાસણથી બદલી ડેપ્યુટી કોન્ઝર્વેટીવ ફોરેસ્ટ પબ્લિસીટી એન્ડ લાયઝન ડીવીઝન ગાંધીનગરમાં કે.સી. ત્રિવેદીના સ્થાને મુકાયા છે.

કે.સી. ત્રિવેદી ડે. કોન્ઝર્વેટીવ ઓફ ફોરેસ્ટ પબ્લિસીટી અને લાયઝન ડિવીઝન ગાંધીનગરને ડે. કોન્ઝર્વેટીવ ઓફ ફોરેસ્ટ (વહીવટ) અમદાવાદ ખાતે બદલાવવામાં આવ્યા છે.

પોરબંદરના ડેપ્યુટી કોન્ઝર્વેટીવ ઓફ ફોરેસ્ટ (પોરબંદર ડિવીઝન)ને ડે. કોન્ઝર્વેટીવ ઓફ ફોરેસ્ટ, મોનીટરીંગ ઈવેલ્યુશન ગાંધીનગર ખાતે એમ.ડી. પરમારના સ્થાને મુકાયા છે.

સાસણના આસિ. કોન્ઝર્વેટીવ ઓફ ફોરેસ્ટ રાજદીપસિંહ ઝાલાને સાસણમાં રામરતન નાલાની ખાલી પડેલ જગ્યાનો વધારાનો ચાર્જ સુપ્રત થયો છે. રાજદીપસિંહ ઝાલા મૂળ અડવાણાના વતની છે અને ભૂતકાળમા રેવન્યુ ડીપાર્ટમેન્ટમાં કચ્છ અને અમદાવાદમાં મામલતદાર રહી ચૂકયા છે.

પોરબંદર ડિવીઝનના ડી.જે. પંડયાને આસિ. કોન્ઝર્વેટીવ ઓફ ફોરેસ્ટને પોરબંદરમાં જ ડેપ્યુટી કોન્ઝર્વેટીવ ઓફ ફોરેસ્ટનો વધારાનો ચાર્જ સુપ્રત થયો છે.

અત્રે નોંધનીય છે કે, શિંગોડા ડેમમાંથી કાંપ ન કાઢવા દેવા માટે બદલીનો દોર થયો છે. કાંપ કાઢે તો પક્ષીઓ, જળચર પ્રાણીઓને બહુ તકલીફ પડે એ માટે અધિકારીઓએ કાંપ કાઢવાની ના પાડેલ.

(12:21 pm IST)