Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

લોધીકા તાલુકાના વિકાસ કામોને સરકારની મોહર લાગતા વિકાસમાં ચારચાંદ લાગશે ધારાસભ્ય લાખાભાઇ

ખીરસરા તા.૩૧: લોધીકા તાલુકાના ૯ ગામને જોડતા ચાર રસ્તાની સરકાર શ્રીમાં લાંબા સમયથી ધારાસભ્ય રાજકોટ ગ્રામ્ય-૭૧ની રજુઆત હતી અને નવ ગામ સાંગણવા-કલ્યાણપુર-ચીભડા લક્ષ્મીઇટાળા ધુળીયા દોમડા-કોઠાપીપળીયા-કલ્યાણપુર વિગેરે ગામોને જોડતા ચાર રસ્તા જે કાલાવડ રાજકોટ હાઇવે સાથે મળે છે અને મેટોડા જીઆઇડીસી ઓૈદ્યોગિક વસાહત પણ આવે છે તેથી આ ચાર રસ્તા ૩,૭૩ કરોડના ખર્ચે બનશે અને ગામડાના લોકોને તાલુકામથક શહેર તેમજ ઓૈદ્યોગિક વસાહતમાં કામ સબબ જવામાં સરળતા રહે છે. જેથી ગામડાનો વિકાસ થશે.

ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠિયા તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા જીલ્લા ભાજપ ના રા.લો. સંઘના વા. ચેરમેન મનસુખભાઇ સરધારા મોહનભાઇ દાફડા વિપુલભાઇ મોરડ યુવા ભાજપ પ્રમુખ તેમજ મહામંત્રી તાલુકા ભાજપ મોહનભાઇ ખુંટ હરભમભાઇ કુંગશિયા ધુળીયા દોમડા સરપંચ શ્રી સાંગણવા-કલ્યાણપુર ચીભડા લક્ષ્મીઇટાળા કોઠાપીપળીયા વિગેરે ગામના સરપંચશ્રી ખુશી વ્યકત કરી રહેલ છે. અને તાલુકાની જનતામાં ખુશીની લહેશ જોવા મળેલ છે.

તાલુકા ના આગેવાનો તેમજ ધારાસભ્ય શ્રીની રજુઆતને સફળતા મળતા આનંદની લાગણી અનુભવી રહેલ છે. તેમજ ગુજરાત રાજયના નાયબ મુખ્મંત્રી નિતિનભાઇ પટેલનો તાલુકાની જનતા તેમજ આગેવાનો વતી આ વિકાસના કામને વેગ મળતા ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠિયા સરકારનો આભાર વ્યકત કરેલ છે.

(11:59 am IST)