Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

જોડીયાને ઉંડ-ર ડેમમાંથી પાણી વિતરણની એકમાત્ર સુવિધા ઝુંટવાઇ

જોડીયા તા.૩૧ : પ્રજાને પીવાના પાણીના પ્રશ્ન અંગે સરપંચ દ્વારા પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે.

જોડીયા ગામને પીવાનુ પાણી લખતર જોડીયા ગ્રામ પંચાયત હસ્તક કુવામાંથી પુરૂ પાડવામાં આવતુ હતુ. વર્ષો થયા આ જગ્યાએ ઉંડ - ર ડેમ થતા માલીકીનો કુવો ઉંડ-ર ડેમમાં ડુબ માં જતા જોડીયા ગામને વળતર રૂપે ડેમની બહાર કુવો બનાવી આપવામાં ન આવે ત્યા સુધી જોડીયા ગામને પીવાનું પાણી વર્ષોથી ઉંડ - ર ડેમમાંથી પુરૂ પાડવામાં આવતુ હતુ. હજુ સુધી જોડીયા ગામને પુરતુ પીવાનું પાણી મળી રહે તેવી કોઇ યોજના સરકાર શ્રી દ્વારા કરેલ નથી. જેથી આજ દિવસ સુધી જોડીયા ગામને પીવાનું પાણી ઉંડ-ર ડેમમાંથી લેવામાં આવતુ હતુ.

જોડીયા ગ્રામ પંચાયતને કોઇપણ જાતની લેખીત કે મૌખીક અગાઉથી જાણ કર્યા વગર ટેલીફોનીક જાણ કરી ઉંડ - ર ડેમ ઉપર તાત્કાલીક બોલાવી ગ્રામપંચાયત હસ્તકની ર (બે) મોટરો જેના દ્વારા જોડીયા ગામને પીવાનુ પાણી પુરૂ પાડવામાં આવે છે તે કાઢી લેવા જણાવેલ છે. લેખીત ઓર્ડર માંગતા તેઓ જણાવેલ કે મૌખીક સુચના મળે છે કે જેના આધારે મોટરો કાઢી લેવામાં આવેલ છે. જોડીયા ગામની ૧૫૦૦૦ની વસ્તી અને ૮૦૦૦ થી વધુ પશુઓને પીવા વાપરવા માટેનો જે એક માત્ર પાણીનો સ્તોત્ર હતો. કોઇપણ જાતની લેખીત કે મૌખિક જાણ કર્યા વગર પાણી પુરવઠો બંધ કરી દીધેલ છે. તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(11:59 am IST)