Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

પોરબંદર તાલુકામાં ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇનો જર્જરીતઃ અકસ્માતનો ભય

પોરબંદર તા ૩૧ : તાલુકાના ખેતીવાડીએરીયામાં જર્જરીત વિજ વાયરોને કારણે જીવલેણ અકસ્માતની દહેશત વધી છે.

પોરબંદર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવ્યું છે કે, ગ્રામ્ય વિસ્તારમાં વીજવાયરોની હાલત ગંભીર છે. આ જર્જરીત વાયરોએ ભૂતકાળમાં ૪ ખેડુતોનો ભોગ લીધો હતો. અત્યારના જર્જરીત વાયરોને કારણે ગમેે ત્યારે ખેડુતોનો જીવ લેવાય એવી દહેશત છે.

લોકદરબાર વખતે પણ લીરબાઇ ફીડર, કમીઆઇ ફીડર, ચુંડાવદર ફીડર,ખાંભોદર ફીડર, કિંદરખેડા ફીડર, શીશલી ફીડર, ફટાણા ફીડર, બખરલા ફીડર, એચ.ટીફલાઇનમાં નાખેલ એઇ.ટી. વાયરો કાઢીને એચ.ટી. વાયરો નાખવાની રજુઆત કરી હતી. કારણ કે એલ.ટી. વાયરો વીજ પ્રવાહ વહન વખતે લોડ લઇ શકતા નથી એને કારણે આવયરો ઓગળી જાય છે. અને વારંવાર વીજ પુરવઠો ખોરવાઇ જાય છે અનેજીવલેણ અકસ્માત પણ ગમે ત્યારે થાય એમ છે. એજ રીતે આ ફીડરોમાં આવતા એલ.ટી. વાયરોની હાલત જર્જરીત છે તેમ રામભાઇએ જણાવેલ છે.

(11:58 am IST)