Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ભાવનગરમાં ૨ તોલા સોનાના હારની ચીલ ઝડપ

ભાવનગર તા.૩૧ : શહેરની સડક વિસ્તારમાં રહેતા હંસાબેન અશોકભાઇ યૌદાક્ષ, શિવાજી સર્કલ નજીક થી પગપાળા પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળ થી બાઇક ઉપર આવેલા ત્રણ બુકાનીધારી શખ્સોએ તેણીના ગળામાં પહેરેલા બે તોલાના સોનાના ચેઇન ની ચીલ ઝડપ કરી નાસી છુટ્યા હતા. આ અંગે બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

છકડામાંથી ઉથલી પડતા મોત

ભાવનગર તા.૩૧ : સિદસર રામપરા ગામે રહેતા કિશન બાબુભાઇ પરમાર ઉ.વ. ૧૪ નામનો કિશોર ખરકડી - દેવકક્ષા રોડ ઉપર ચાલુ છકડા એ છકડામાંથી ઉથલી પડતાં ગંભીર ઈજા થતા ભાવનગર ની સર.ટી. હોસ્પિટલ ખસેડેલ જ્યા સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યુ હતુ.

(11:57 am IST)