Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ઉપલેટા શહેરને પેવરરોડથી મઢી દેતા પાલીકા પ્રમુખ રાણીબેન

ઉપલેટા, તા.૩૧: ઉપલેટામા છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ શાસીત નગરપાલીકા હોય અને સતત ત્રીજી વખત પાલીકા પ્રમુખનો તાજ શ્રીમતી સંભાળતાની સાથે જ શહેરમા સર્વાગી વિકાસનો કોલ આપેલ જેમા હિન્દુ-મુસ્લીમ વિસ્તારોમાં લોકોમા આનંદની લાગણી છવાઇ ગયેલ હતી. આ સાથે લોકોમાં ચર્ચા થાય છે. કે ભાજપ શાસીત નગર પાલીકામાં જેટલો રોડ રસ્તા જેમા પંચહાટડી રોડ, ચોક ફળીયા જીકરીયા મસ્જીદ રોડ, કસાઇ વાડા વિસ્તાર ધોરાજી દરવાજા પાસે સ્માશાન રોડ, મદીના સોસાયટી રોડ, રબારીવાસ રોડ, આ વિસ્તાર મુસ્લીમ વિસ્તાર તરીકે ગણાય છે. ત્યા પેવર-રોડ બનાવી રમઝાન માસમા આ વિસ્તારને પેવર રોડથી મઢી આપતા મુસ્લીમ વિસ્તારમાં આનંદની લાગણી છવાઇ ગયેલ છે. વર્ષો પહેલા કોંગ્રેસ શાસીત નગરપાલીકા હોવા છતા મુસ્લીમ વિસ્તારોના કામો થયા ન હોતા.

(11:56 am IST)