Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ટંકારાના વીરપરમાં તળાવમાંથી ૭૬૨પ૦ કયુબીક મીટર માટી કાઢી

મોરબી, તા.૩૧: મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વીરપર ગામના તળાવને અંજતા-ઓરપેટ ટ્રસ્ટ દ્રારા દત્તક લેવામાં આવ્યું છે અને આ તળાવનું કામ બે હીટાચી, ૪ ડમ્પર અને ૫ ટ્રેકટર દ્વારા દિવસ રાત કામ ચાલુ છે અને તા. ૧ થી દરરોજ ૨૯૦૦ થી ૩૨૦૦ કયુબીક મીટર માટીનો જથ્થો બહાર કાઢવામાં આવ્યો છે અને તા. ૦૧ થી ૨૫ દરમિયાન ૭૬,૨૫૦ કયુબીક માટીનો જથ્થો બહાર કાઢવામાં આવ્યો છે.

 તેમજ હાલ કામ ચાલુ હોય કુલ ૧ લાખ CB માટીનો જથ્થો બહાર કાઢી સામાન્ય તળાવને વિશાલ તળાવ બનાવાશે. પ્રવીણભાઈ ભાલોડીયા ઓરપેટ ગ્રુપ દ્વારા ૪૬ લાખનું યોગદાન આપેલ છે અને હજુ પાળના બાંધકામ સહીત ૫ લાખનું યોગદાન આપશે તળાવ ઉંડુ ઉતારવાના કામનું જિલ્લા કલેકટર આર.જે. માકડીયાએ નિરીક્ષણ કર્યુ હતું આ તકે જીલ્લા ભાજપ પ્રમુખ રાદ્યવજીભાઈ ગડારા, મામલતદાર બી.કે.પંડ્યા, ભાજપ અગ્રણી જયોતીસિંહ જાડેજા અને બીપીનભાઈ પ્રજાપતિ સહિતના ઉપસ્થિત રહયા હતા.

(11:55 am IST)