Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

બાબરા તાલુકાના ૪ ગામોમાં મનરેગા યોજના હેઠળ ૨૦૬ શ્રમિકોને રોજગારી

બાબરા તા.૩૧ : ઔદ્યોગિક પછાત  બાબરા તાલુકામાં રોજગારી માટે શ્રમિક પરિવાર આમતેમ ભટકી શહેરની વાટ પકડવી પડે તેવા સંજોગો અને હાલ વ્યવસાયિક મંદીના કારણે શ્રમીક પરિવારનું જીવન દુષ્કર બનવા પામ્યું છે ત્યારે સરકારશ્રીની મનરેગા યોજના થકી આશાનો નવો સંચાર થવા પામ્યો હોય તેમ આજે બાબરા તાલુકાના વાડલીયા ગામે ૪૮ દરેડ ૩૦ ગમાપીપળીયા ૮૫ ચમારડી ૪૩ શ્રમીકો સાથે મનરેગા યોજના તળે તળાવ ઉંડા ઉતારવા સહિતની કામગીરી શરૂ કરાય છે. ૨૦૬ શ્રમીકોને રોજગારી મળી છે.

વાંડલીયા ગામે શ્રમીકો માટે સરપંચશ્રી ભગવાનભાઇ શીયાણી દ્વારા અમૃત છાશનું બાબરા તાલુકા વિકાસ અધિકારી શ્રી સોલંકીના હસ્તે વિતરણ થવા પામ્યુ હતુ. મનરેગા યોજનાના એપીઓ નિકુલ કાવઠીયા, ટેકનીકલ આસી. આર.એસ.બગડા દ્વારા વિધિવત કામગીરી શરૂ કરાવી આગામી દિવસોમાં વધુમાં વધુ ગામોમાં ડીમાન્ડ મુજબ કામગીરી શરૂ કરવામાં આવશે.

(11:54 am IST)