Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ગીર સોમનાથ જીલ્લામાં ઓરી-રૂબેલા અભિયાનમાં બાળકોને રસીકરણ

ગીર સોમનાથ, તા.૩૧: સરકારશ્રી દ્રારા ૨૦૨૦ સુધીમાં ઓરી રોગની નાબુદી અને રૂબેલાને નિયંત્રણ કરવા મીઝલ્સ રૂબેલા (એમ.આર) ઝુંબેશ આગામી જૂલાઈ-૨૦૧૮ માસ દરમિયાન શાળાઓમાં વેકેશન ખુલતા આરોગ્ય વિભાગ દ્રારા હાથ ધરવામાં આવશે. જેનાં ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ આ અભિયાન શરૂ થનાર છે. જેમાં ૯ માસ થી ૧૫ વર્ષના તમામ બાળકોને ઓરી-રૂબેલાની રસીથી આરક્ષિત કરાશે. એમ.આર./ એમ.એમ.આર.ની રસી આપી દેવામાં આવી હોય તો પણ બાળકોને ફરી આપવામાં આવશે. આ અભિયાનમાં સહયોગ આપવા ગીર સોમનાથ જિલ્લાની સંસ્થાઓને અનુરોધ કરાયો છે.

આ અભિયાન WHO ની ગાઈડલાઈન અને સહયોગથી  જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અશોક શર્માએ આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ઈન્ડીયન મેડીકલ એસો. અને ઈન્ડીયન એસો.ઓફ પીડીયાટ્રીકટને સંકલન રાખી આ અભિયાનમાં સહયોગ આપવા અનુરોધ કરાયો છે.

 આ ઝૂંબેશમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને કોર કમિટીના ચેરપર્સન બનાવી આરોગ્ય વિભાગની મુખ્ય ભૂમિકા નકકી કરવામાં આવી છે. તેમજ શિક્ષણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ઈન્ડીયન મેડીકલ એસો. અને ઈન્ડીયન એસો.ઓફ પીડીયાટ્રીકટને આરોગ્ય વિભાગ સાથે સંકલનમાં રહી જુદી જુદી કામગીરીની સોંપણી કરવામાં આવી છે. આ અભિયાનમાં ષ્ણ્બ્ ની ગાઈડલાઈન મુજબ કામગીરી નિભાવી જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવા જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અશોક શર્માએ અનુરોધ કર્યો છે.

(11:53 am IST)
  • મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર મુશ્કેલીમાં : સાથ છોડવા શિવસેનાની ચિમકી : શિવસેનાના ઉદ્ધવ ઠાકરે પત્રકાર પરિષદમાં ભાજપ સરકારને સાથ આપવા બાબતે મહત્વની જાહેરાત કરશે : અનંત ગીતે રાજીનામુ આપે તેવી શકયતા access_time 5:35 pm IST

  • યુપીના ગોરખપુર સહીત શહેરોમાં ભારે વરસાદ-તોફાનની શકયતા : એલર્ટ જાહેર : ઉત્તર પ્રદેશના કેટલાક શહેરોમાં હવામાન વિભાગે ભારે તોફાનની આશંકા વ્યક્ત કરી છે હવામાન વિભાગ મુજબ આગામી ત્રણ કલાકમાં ઉત્તર પ્રદેશના ગોરાખપુર, સંતકબીરનગર બલિયા, દેવરિયા, કુશીનગર અને મહારાજગંજમાં ભારે વરસાદ અને તોફાની પવન ફેંકશે હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે access_time 10:49 am IST

  • પાકિસ્તાન છેલ્લા 70 વર્ષના ઇતિહાસમાં ચૂંટાયેલી સરકારે બીજીવાર પોતાનો કાર્યકાળ પૂરો કર્યો : મોટાભાગે દેશની સેનાએ જ શાસન કર્યું હતું :પાકિસ્તાનની પીએમએલ (એન )સરકારે પાંચ વર્ષ પુરા કર્યા :સંસદીય મામલાના મંત્રાલયે 31મી મેના મધ્યરાત્રીએ 14મી નેશનલ એસેમ્બલી ભંગ થયાની જાહેરાત કરી છે: હવે 25મી જુલાઈએ સામાન્ય ચૂંટણી સુધી દેશનું કાર્યવાહક વ્યવસ્થા સંચાલન કરશે access_time 12:55 am IST