Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ભાવનગરમાં ૬ ચોરાઉ મોટર સાયકલ સાથે બે રીઢા ચોરને ઝડપી લેતી પોલીસ

ભાવનગર, તા.૩૧:  અલંગ પ્લોટ નંબર ૮૪ થી મથાવડા જવાના રસ્તેથી રીઢા વાહન ચોર ર્ંકમલેશભાઇ ઉર્ફે કમો બોદ્યાભાઇ રાઠોડ/ભરવાડ ઉ.વ.૨૪ રહેવાશી સોસીયા તાલુકો તળાજા તથા તુલશીભાઇ કાળુભાઇ દિહોરા ઉ.વ. ૪૦ રહેવાસી ગામ સોસીયા હાલ ચણીયાળા ગામની સીમમાં શકિતસિંહ ત્રાપજવાળાઓને ચોરી થયેલ હિરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર જેના આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન નંબર GJ ૪ BM ૨૬૨૩ સાથે ઝડપી પાડવામાં આવેલ હતા અને મજકુર આરોપીની પુછપરછ હરતા બંન્ને એ મળી આ સિવાય પાંચ (૫) મોટર ચોરી કરેલાની કબુલાત આપતા બીજા પાંચ મોટર સાયકલો તેની પાસેથી કબ્જે કરવામાં આવેલ છે. આમ મજકુર બંન્ને પાસેથી કુલ છ (૬) મોટર સાયકલો કુલ કિંમત રૂપિયા ૯૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. અને મોટર સાયકલોની ચોરી બાબતે મજકુર આરોપીને પુછતા પકડાયેલ મોટર સાયકલ પૈકી ત્રણ ભાવનગર શહેરમાથી જુદી જુદી જગ્યાએથી તથા એક મોટર સાયકલ ખોડીયાર મંદિરેથી તથા એક મોટર સાયકલ તળાજા શાકમાર્કેટમાંથી તથા એક મોટર સાયકલ લાખણકા ગામેથી ચોરી કરેલાની કુબુલાત આપેલ છે. મજકુર ઇસમ અગાઉ પણ દ્યણી વખત વાહન ચોરીઓના ગુન્હાના પકડાઇ ચુકેલ છે અને જેલની સજા પણ ભોગવી ચુકેલ છે.

આ કામગીરીમાં ભાવનગર એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબ તથા અલંગ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. ટી.એસ.રીઝવી  એસ.ઓ.જી.ના હેડ કોન્સ. ટી.કે.સોલંકી તથા અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા જગદીશભાઇ મારૂ તથા યોગેન્દ્રસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા લગધીરસિંહ ઝાલા તથા પ્રદિપસિંહ ગોહિલ તથા શરદભાઇ ભટ્ટ તથા અલંગ મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. જી.જી.સરવૈયા તથા પોલીસ કોન્સ. દિનેશભાઇ માયડા વિગેરે જોડાયા હતા.

(11:50 am IST)
  • અમદાવાદ બીટકોઈન કેસમાં શૈલેષ ભટ્ટના સાગરીતોની ધરપકડ : જીજ્ઞેશ મોરડીયા સહિત ૪ની ધરપકડ : સીઆઈડી ક્રાઈમ મુદ્દામાલના નિકાલ માટે કાર્યવાહી કરશે : જીજ્ઞેશ પાસેથી ૮ કિલો સોનુ જપ્ત કર્યુ : જીજ્ઞેશના ભાગે ૫૦૩ બીટકોઇન આવેલ : આ બીટકોઈન વેચી તમામ રૂપિયા વ્યાજમાં લગાડ્યા'તા access_time 5:34 pm IST

  • બ્રિટન સમક્ષ ભારતે ઉઠાવ્યો વિજય માલ્યા ,લલિત મોદી અને નીરવ મોદીનો મામલો;માલ્યા અને લલિત મોદીના પ્રત્યાર્પણમાં ઝડપ લાવવા જણાવ્યું :બંને દેશો વચ્ચે ગૃહમંત્રાલય સ્તરીય સંવાદમાં ભારતે નીરવ મોદીની શોધ માટે પણ બ્રિટનના સહયોગની અપીલ કરી access_time 1:48 am IST

  • રેરાના નવા નિયમો ૧લી જૂનથી અમલી : દરેક બિલ્ડરે રેરામાં રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત : નોંધણી કરાવ્યા વગર અખબારોમાં જાહેરાત નહિં આપી શકાય : ચેરમેન મંજુલા સુબ્રમણ્યમનો આદેશ access_time 5:34 pm IST