Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ભાવનગરમાં જુગાર રમતા ૯ ઝડપાયા

ભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સારૂ અધિક્ષકશ્રી પી.એલ.માલ હાથ ધરેલ ઝુંબેસના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ડી.ડી.પરમારને મળેલ બાતમી હકિકત આધારે એસ.ઓ.જી. પોલીસે ભગાતળાવ અંબિકા ભુવનવાળા ખાંચામાં જુગાર રમતા નવ બાજીગરો (૧) જગતભાઇ બીપીનભાઇ મહેતા ઉ.વ.૪૫ (૨) યુનુસભાઇ અબેદભાઇ અમુદી ઉ.વ.૩૯ (૩) જૈનુદીનભાઇ મોહસીનભાઇ કપાસી ઉ.વ.૪૯ (૪) અબ્ઝલભાઇ સતારભાઇ ધોલીયા ઉ.વ.૪૭ (૫) મહેબુબભાઇ સતારભાઇ મંસુરી ઉ.વ.૪૭ (૬) રાજેન્દ્રભાઇ ગોવિંદભાઇ પરમાર ઉ.વ.૬૦ (૭) અબ્દુલકાદર અલીભાઇ યમની ઉ.વ. ૩૯ (૮) યુસુફભાઇ કાદરભાઇ હમદાણી ઉ.વ.૪૨ (૯) કાદરભાઇ ઇસ્માઇલભાઇ પીંજારા ઉ.વ.૬૦ ને ૬૦,૪૦૦/- તથા મોબાઇલ ફોન-૭ તથા ગંજીપાના મળી કુલ રૂપિયા ૬૯,૪૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે.

આ કામગીરીમાં આસી.સબ.ઇન્સ. જી.પી.જાની તથા હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલ તથા જગદીશભાઇ મારૂ તથા બલવીરસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા હરેશભાઇ ઉલવા તથા અતુલભાઇ ચુડાસમા તથા શરદભાઇ ભટ્ટ જોડાયા હતા.

(11:50 am IST)