Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ગોંડલમાં RTI તળે એડમીશન નહી મળતા પ૭ વાલીનો રોષ

ગોંડલ, તા.૩૧: ગોંડલમાં રહેતા સત્તાવન જેટલા વાલીઓ દ્વારા આરટીઆઇ હેઠળ સેન્ટ મેરી સ્કૂલમાં પોતાના સંતાનો માટે એપ્લિકેશન આપવામાં આવી હતી પરંતુ ગોંડલ સેન્ટ મેરી સ્કૂલ દ્વારા એડમીશન અંગે ના ભણી દેવાતા વાલી વર્તુળ દ્વિધામાં મુકાયો છે.

ઉપરોકત વાલી મંડળ દ્વારા બી.આર.સી.ભવન ના અનેક ધક્કા ખાવા છતાં પણ યોગ્ય પ્રત્યુત્તર ન મળતા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જો આ પ્રશ્નનો બે દિવસમાં નિરાકરણ નહીં આવે તો ૫૭ વાલીઓ દ્વારા પોતાના બાળકોને સાથે રાખી આંદોલન શરૂ કરવામાં આવશે અને  તેની જવાબદારી જે-તે તંત્રની રહેશે તેવું અંતમાં જણાવ્યું હતું.

(11:48 am IST)