Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

પિતાએ મોબાઇલની ના પાડતા સગીરાએ ઝેરી દવા પીધી

ભૂજ,તા.૩૧ : ગાંધીધામના અંતરજાળમાં પિતાએ સગીર પુત્રીને મોબાઇલ ફોન લઇ દેવાની ના પાડતા તેણી એ ઝેરી દવા પી લીધી હતી. તેના કારણે ૧૭ વર્ષીય જલ્પા મેહુલ રૂદતણ નું મોત નીપજ્યુ હતુ. પિતાએ ૧૨મું ધોરણ પુરૂ કર્યા બાદ મોબાઇલ લઇ દેવાનું કહ્યુ હતુ. પરંતુ જિદ્દે ચડેલી પુત્રી એ ગુસ્સે ભરાઇને ઝેર ગટગટાવી જીવનનો અંત આણ્યો હતો.

(11:48 am IST)